તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં: કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.પૂરગ્રસ્ત બનેલા નર્મદા ભરૂચ જિલ્લાના નાગરિકોની મુલાકાત અને સ્થાનિક વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવવા *કોંગ્રેસ પક્ષનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ ભરૂચ,નર્મદા જિલ્લાની 20/09/23 મુલાકાત લેશે. * આ પ્રતિનિધિ મંડળમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષશ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી બિમલ શાહ, મહામંત્રીશ્રી બળદેવભાઈ લુણી સ્થાનિક પૂરગ્રસ્ત પરિવારજનો સાથે વાત કરશે. આ પ્રતિનિધિ મંડળ સાથે સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
હિરેન બેંકર
પ્રવક્તા
1 Comment
Fantastic perspective! The points you made are thought-provoking. For more information, I found this resource useful: FIND OUT MORE. What do others think about this?