ભલે વિજ્ઞાન પુન:જન્મની વાતને સ્વીકારતુ નથી, પણ જીવનમાં ક્યારેક ક્યારેક એવી કહાનીઓ સામે આવે છે, જેના પર ન ઈચ્છતા હોવા છતા પણ વિશ્વાસ કરવો પડે છે. આવી જ એક પુન:જન્મની ઘટના રાજસ્થાનનાં ઝાલાવાડના ખજુરી ગામે એ સમયે સામે આવી જ્યારે અહીં એક પરિવારનાં 3 વર્ષનો પુત્ર મોહિતે પોતાનું નામ તોરણ જણાવ્યું અને મૃત્યુનું કારણ પણ જણાવ્યું હતુ.
પહેલા તો પરિવારજનોને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. ત્યારબાદ તેમણે તેની તપાસ કરી અને મૃતક તોરણના માતા-પિતા, સહિત સગા-સંબંધીઓ સાથે તેનો પરિચય કરાવ્યો હતો, ત્યારે પરિવારજનોની સાથે વિસ્તારના લોકોમાં પણ બાળકનો આ દાવો ચર્ચાનો વિષય બન્યો હતો.
મોહિતના પિતા આોકાર લાલ મેહરે જણાવ્યું કે ટ્રેક્ટરનો અવાજ સાંભળીને મોહિત ડરી જતો હતો અને રડવા લાગતો હતો. તે સમયે તે બોલી શકતો ન હતો. જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેણે પોતાનું નામ તોરણ (પુર્વ જન્મનું નામ) જણાવ્યું હતુ. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે લગભગ 16 વર્ષ પહેલા મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના કોલુખેડી કલામાં રોડ નિર્માણના કામમાં મજુરી કરવા ગયેલા ખજુરીના રહેવાસી કલ્યાણસિંહ ધાકડ (25)નો પુત્ર તોરણ ધાકડનું ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું.
ત્યારબાદ તેના માતા પિતા મકાન વેચીને મધ્યપ્રદેશના ગુના જીલ્લાના શંકરપુરા ગામે રહેવા જતા રહ્યા હતા. તોરણના એક ફોઈ નથિયાબાઈ ધાકડ ખજુરીમાં જ રહે છે. તેને આ બાબતની જાણ થતા જ્યારે તે મળવા પહેંચી, ત્યારે મોહિતે તેને પણ ઓળખી લીધી હતી. ત્યારબાદ તોરણના માતા-પિતાને આ બાબતે જાણ કરવામાં આવી અને જ્યારે તેઓ આવ્યા ત્યારે 3 વર્ષના બાળકે તેમને પણ ઓળખી લીધા હતા. મોહિત પોતાનું નામ તોરણ તો જણાવે છે, સાથે જ તે ગયા જન્મના પોતાના મૃત્યુની ઘટના બાબતે પણ જાણે છે.
મોહિતને તેનું નામ પૂછવા પર તેણે પોતાનું નામ તોરણ જ જણાવ્યુ
તોરણના પિતા કલ્યાણ સિંહ ધાકડે જણાવ્યું કે તેમના પુત્રના અવસાન બાદ તેમણે શ્રી ગયાજીમાં તેની તર્પણવિધિ કરી હતી. આ બાબતે જાણકારી મળતા જ જ્યારે તેઓ આવીને મોહિતને મળ્યો ત્યારે તેણે તેને ઓળખી લીધા હતા. તેમને મળીને લાગ્યું કે જાણે અકસ્માતમાં જીવ ગુમાવનાર તેમનો પુત્ર તોરણ ફરી પાછો આવ્યો છે. મોહિતને તેનું નામ પૂછવા પર તેણે પોતાનું નામ તોરણ જ જણાવ્યુ હતુ.
ફોઈ નથિયા બાઈ ધાકડ જણાવે છે કે તે ખજુરીમાં જ રહે છે. અત્યારે પણ જ્યારે તે તેને મળવા જાય છે, ત્યારે તોરણ તેના ખોળામાં આવીને બેસી જાય છે. જો કે, વિજ્ઞાનના પડકારો વચ્ચે પુર્વજન્મની ઘટના ઝાલાવાડ જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
નિષ્ણાતો શું કહે છે?
ઝાલાવાડ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ કૃષ્ણ મુરારી લોધા કહે છે કે માણસના મૃત્યુ પછી બ્રેન ડેડ થઈ જાય છે. તેની મેમરી સંપુર્ણપણે સમાપ્ત થઈ જાય છે. નવું શરીર નવા મગજ સાથે બનાવે છે. મેમરી ક્યારેય એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થઈ શકતી નથી. બાળકે તેના પરિવારના સભ્યો અથવા કેટલાક લોકોને આ સંબંધમાં વાત કરતા સાંભળ્યા હશે અને મગજમાં આ પ્રકારની કહાની બનાવી લીધી હશે. વિજ્ઞાનના યુગમાં પુનર્જન્મ જેવી વાતો કરવી નકામી છે.
1 Comment
Your humor added a lot to this topic! For additional info, click here: FIND OUT MORE. What do you think?