લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. ખુદને પીએમ પદના ઉમેદવાર ન ગણાવનારા નીતિશ કુમારે કહ્યુ કે જાે કેન્દ્રમાં અમે સરકાર બનાવીશું તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે આપીશું. સીએમ નીતિશે પટનામાં પત્રકારોના એક સવાલના જવાબમાં આ ટિપ્પણી કરી છે.
તેમણે કહ્યું, ‘જાે અમને (બિન-ભાજપ દળ) કેન્દ્રમાં આગામી સરકાર બનાવવાની તક મળે છે તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે આપવામાં આવશે. એવું કોઈ કારણ નથી કે આ ન કરી શકાય.’ નીતિશ કુમારે કહ્યુ કે, જાે અમે (વિપક્ષ) આગામી વખતે (કેન્દ્રમાં) સરકાર બનાવીએ તો અમે પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે કેમ ન આપીએ? અમે માત્ર બિહાર વિશે વાત કરી રહ્યાં નથી. અમે કેટલાક અન્ય પછાત રાજ્યો વિશે પણ વાત કરી રહ્યાં છીએ, જેને વિશેષ રાજ્યનો દરજ્જાે મળવો જાેઈએ.
નોંધનીય છે કે નીતિશે હાલમાં ભાજપ સાથે ગઠબંધન તોડીને રાજદ, કોંગ્રેસ અને વામદળો સહિત સાત દળોના મહાગઠબંધનની સાથે બિહારમાં સરકાર બનાવી હતી. તો બેગૂસરાયની ઘટનાને લઈને ગિરિરાજ સિંહના નિવેદન પર નીતિશ કુમારે કહ્યુ કે આ બધાને બોલવાનો કોઈ મતલબ નથી.
કાલે શું બોલતા હતા અને આજે શું બોલે છે. કોઈ સેન્સ નથી. આ લોકોએ ક્યારેય કાયદો અને વ્યવસ્થા જાેઈ નથી. જે પોલીસકર્મીઓએ ડ્યૂટીમાં બેદરકારી દાખવી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. તો બેગૂસરાયની ઘટનાને જાતીય રંગ આપવા પર મુખ્યમંત્રીએ કહ્યું કે ત્યાંના લોકોએ જે જણાવ્યું, તેના આધાર પર મેં નિવેદન આપ્યું. જેને મારી દેવામાં આવ્યો તે કઈ જાતિનો હતો, જે ઘાયલ થયા તે પણ વિવિધ જાતિના છે.
1 Comment
Very informative! Your insights are highly valuable. For additional details, check out: LEARN MORE. What are everyone’s thoughts?