સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચ સમાજને 27% અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત બક્ષીપંચ સમાજની 146 જેટલી જ્ઞાતિઓ દ્વારા આજરોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું
_____
આજે આટલી મોટી સંખ્યામાં ઓબીસી સમુદાય ને ભેગો થયેલો જોઈ કેટલાય વિપક્ષી રાજકારણીઓનાં હાંજા ગગડી જશે:- શ્રી સી.આર.પાટીલ
_____
ચાલુ ગાડીએ ચડી જવાનું આ કોંગ્રેસના આગેવાનો બંધ કરે:- શ્રી સી.આર.પાટીલ
_____
જે પદ મળે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રાપ્ત કરીને મળેલી સત્તાના માધ્યમથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને લોકો એટલા માટે એમની સાથે જોડાય છે
:- શ્રી સી.આર.પાટીલ
_____
આજે જ્યારે ઓબીસી સમાજને 27% જેટલી અનામત મળી છે તેના કારણે તેમના અધિકારોમાં વૃદ્ધિ થવાની છે:- શ્રી સી.આર.પાટીલ
_____
આ અખંડ ભારત છે અહિયાં કોઈ નિર્ણય અંગત સ્વાર્થ માટે નથી કરતાં, અમે જ્યારે નિર્ણય કરીએ છીએ ત્યારે દેશને કેન્દ્રમાં રાખીને કરીએ છીએ:- શ્રી સી.આર.પાટીલ
_____
ભારત આજે વિશ્વમાં કોઈપણ દેશ જે કરી શકે એના કરતાં સહેજ પણ નીચું નહીં એનાથી પણ વધારે સારું ભારત કરી શકે તે માન.નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે બતાવ્યુ છે
:- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
_____
ભારતના સફળ ચન્દ્રયાન ઉતરાણના સમાચાર અને આપણાં વૈજ્ઞાનિકોની વાહવાહ આજે સમગ્ર વિશ્વમાં છે.:- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
_____
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ અમ્રુતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે તેને સુવર્ણ કાળ બનાવવાનો છે:- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
_____
આપણે સૌ સાથે મળીને આ મળેલા લાભથી આત્મસન્માન અને આત્મગૌરવ અનુભવીએ અને આગળ વધીએ:- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
______
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચ સમાજને 27% અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત બક્ષીપંચ સમાજની 146 જેટલી જ્ઞાતિઓ દ્વારા આજરોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું. આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી મયંકભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું.
શ્રી પાટીલજીએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા 27% ઓબીસી સમાજની સંસ્થાઓને અનામત આપવાના નિર્ણયની ખુશી આજે અહિયાં દેખાઈ રહી છે. ઓબીસી મોરચાના પ્રમુખ અને તેમની ટિમની મહેનત આજે રંગ લાવી છે. આજે આટલી મોટી સંખ્યામાં ઓબીસી સમુદાય ને ભેગો થયેલો જોઈ કેટલાય વિપક્ષી રાજકારણીઓનાં હાંજા ગગડી જશે. ચાલુ ગાડીએ ચડી જવાનું આ કોંગ્રેસના આગેવાનો બંધ કરે. લોકો તેમના અધિકારોથી વંચિત ન રહી જાય એની પૂરતી કાળજી રાખે છે અને અન્ય સમાજને કોઈપણ નુકશાન ન થાય તેની પણ પૂરેપુરી તકેદારી રાખે છે. જે નિયમ છે 50%નો કે 50 ટકાથી વધુ અનામત ન થવી જોઈએ એની પણ કાળજી રાખી અને તે બધા જ સમીકરણોને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય છે. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન.ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ, માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમની કેબિનેટને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કે, આવો બેલેન્સ નિર્ણય કોઈને અન્યાય ન થાય તે વિચારીને આજે કર્યો છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, આખા રાજ્યની અંદર એવરેજ 49 ટકાથી વધુ વસ્તી ઓબીસી સમાજની વસ્તી છે અને ઓબીસી સમાજની 146 જેટલી જ્ઞાતિઓ છે. આપ તમામને હવેથી વધુ ન્યાય મળશે, વધુ અધિકારો પ્રાપ્ત થશે. જે પદ મળે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રાપ્ત કરીને મળેલી સત્તાના માધ્યમથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને લોકો એટલા માટે એમની સાથે જોડાય છે. કોંગ્રેસ પક્ષ તેની સત્તાના મધમાં રાંચે છે, કોઈને ગણકારતો નથી કોઈના સુખ દુ:ખમાં ઊભો રહેતો નથી અને એના જ કારણે એમનો નાશ થયો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યારેય મધમાં રાંચતા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર સત્તામાં રહી સત્તાના માધ્યમથી સેવા કરવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વારંવાર સાબિત કર્યું છે. આ નિર્ણય કોઈને પણ અન્યાય ન થાય તે રીતે લેવામાં આવ્યો છે. કોઈપણ સમાજ વર્ષોસુધી આર્થિક રીતે પછાત હોવાને કારણે ઘણી વખત તે રિબાયો હશે તેને અન્યાય થયો હશે વસવસો રહી ગયો હશે તે આજથી હવે કરવો નહીં પડે તેવી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી કરાઇ છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, માત્ર અહી બેઠેલા લોકોને આ નિર્ણયનો આનંદ છે એટલું જ નહીં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકોને આનંદની અનુભૂતિ થઈ રહી છે. માન.મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય 50 ટકાના રિજર્વેશનની બહાર ન જાય અને કોર્ટમાં કોઈ પડકારે તો એને આંચ નહીં આવે અને આ અધિકાર તમને આજથી જ પ્રાપ્ત થાય તેની તકેદારી રાખી છે. હું મુખ્યમંત્રીશ્રીને કહીશ કે તમે દુખીયારાઓના દુ:ખ સમજો છો, તમે નાના માણસોની તકલીફ પણ સમજો છો. આ અધિકાર પ્રાપ્ત થવાથી ફક્ત કોઈ મેયર, ડેપ્યુટી મેયર કે કોઈ પદ મળી જાય એટલું નથી આ નિર્ણયથી તેમનું આર્થિક જીવનનું સ્તર પણ સમૃદ્ધિ તરફ જશે. આજે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની નામના કરી છે, ભારતની નામના કરી તેની વિવિધતા આખી દુનિયાને બતાવી છે. G20 ની અંદર આપણાં દેશની વિવિધતાની સાથે આપણી સંસ્કૃતિ શું છે તેનું પણ મહત્વ અને પ્રદર્શન G20 ના બધા જ દેશોની સામે મૂક્યું છે. આપણાં દેશની વિવિધતામાં એક્તા શું છે તે આજે માન.મોદી સાહેબે વિશ્વને બતાવી છે. આ અખંડ ભારત છે અહિયાં કોઈ નિર્ણય અંગત સ્વાર્થ માટે નથી કરતાં, આપણે જ્યારે નિર્ણય કરીએ છીએ ત્યારે દેશને કેન્દ્રમાં રાખીને કરીએ છીએ.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યુ કે, આપણાં વિશ્વ નેતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે આપણો ભારત દેશ દિવસે અને દિવસે સિદ્ધિઓના શિખર સર કરી રહ્યો છે. ભારત આજે વિશ્વમાં કોઈપણ દેશ જે કરી શકે એના કરતાં સહેજ પણ નીચં નહીં એનાથી પણ વધારે સારું ભારત દેશ કરી શકે તે માન.નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે બતાવ્યુ છે. દરેક દેશ આજે ભારત સામે જોતો થયો છે કે, આજે વિશ્વમાં જો કોઈ મુશ્કેલી આવશે તો એનું સોલ્યુશન કોણ, તેનો રસ્તો કોણ બતાવશે તો નજર માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર છે. ભારત દેશના વખાણ આજે સમગ્ર વિશ્વમાં થઈ રહ્યા છે. ભારતના સફળ ચન્દ્રયાન ઉતરાણના સમાચાર અને આપણાં વૈજ્ઞાનિકોની વાહવાહ આજે સમગ્ર વિશ્વમાં છે. માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેમને ઉદઘાર કર્યો કે, મારી સરકાર ગરીબ, દલિત, પીડિત, સોશિત, વંચિતોની સરકાર રહેશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે હરહંમેશ મુખ્ય સ્થાન ગરીબો માટે દલિતો માટે શોષિતો માટે અને સામાન્ય માણસને લાભ કઈરીતે થાય અને સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં કેવીરીતે આવે એના માટેનો હરહંમેશ પ્રયાસ માત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યુ કે, આજે જે યોજના બને છે તે યોજનાનો લાભ આપ સૌ સુધી પહોંચાડવાનો છે. વડાપ્રધાનશ્રીએ ઓબીસી સમુદાય માટે ત્રણ A એટલે કે આવક, આવાસ અને આરોગ્ય ત્રણેય ઉપર ખુબ મોટો ભાર મૂક્યો છે. બધા જ સમાજો કઈ રીતે આગળ આવે અને તેમનું ઉત્થાન કઈરીતે થાય એના માટે હંમેશા પ્રયત્નો કેન્દ્રની સરકારે કર્યા છે. આજે સૌને ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વૃદ્ધ પેન્શન સહાય, વિધવા બહેનોને પેન્શન, હર ઘર નલ સે જલ જેવી યોજનાઓનો લાભ આજે સામાન્ય માણસને મળી રહ્યો છે. કોવિડ જેવી મહામારીમાં મોટા મોટા દેશ થાકી ગયા ત્યારે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના દરેક નાગરીકની પડખે ઊભા રહી મહામારીમાંથી બહાર તો નિકાળ્યા તો ખરા જ પણ કોઈને ભૂખ્યા નથી સુવા દીધા. 80 કરોડથી વધુ લોકોને આજે મફત અન્ન મળે રહે છે. આજે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસથી આજે આપણે સૌએ આગળ વધવાનું છે. આ બિલ વિધાનસભામાં પસાર કરી તેનો નિર્ણય કરવામાં આવશે અને લાભ આપ સૌ સુધી ખુબ ઝડપથી પહોંચવાનો છે.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યુ કે, આવો આપણે સૌ સાથે મળીને આ મળેલા લાભથી આત્મસન્માન અને આત્મગૌરવ અનુભવીએ અને આગળ વધીએ. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ અમ્રુતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે તેને સુવર્ણ કાળ બનાવવાનો છે. મોદી સાહેબે પાંચ સંકલ્પો આપ્યા છે એમનો એક સંકલ્પ કે વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે અને વિકસિત ભારતના નિર્માણ માટે દરેક સમાજ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ સાકાર કરીશું તો જ આપણે વિકસિત ભારત બનાવી શકીશું. આ અભિવાદન બદલ આપસૌનો આભાર.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી એમ.એસ.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓશ્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુળુભાઈ બેરા, શ્રી ભીખુસિંહ પરમાર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી બચુભાઈ ખાબડ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રીઓ શ્રી રમણસિંહ સોલંકી, શ્રી આર.સી.મકવાણા, બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મયંકભાઈ નાયક, બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી સનમભાઈ પટેલ, ગાંધીનગરના મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ સહીત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)
1 Comment
Loved the wit in this article! For more on this, click here: DISCOVER MORE. Keen to hear everyone’s views!