નવરાત્રી ખાસ
ફાલ્ગુની પાઠકનું નવું ગીત થયું રિલીઝ, ખેલૈયાઓ આ ગીત સાંભળતા જ ઝૂમી ઉઠશે
ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક નવું ગીત લઈને આવી ગઈ છે. નવરાત્રિ પહેલાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પોતાનું નવું ગીત રિલીઝ કર્યું છે. ફાલ્ગુની પાઠક વિના નવરાત્રી અધૂરી લાગે છે ત્યારે આ વખતે તે ખેલૈયાઓ માટે ‘વાંસલડી’ ગીત લઈને આવી છે. જે નવરાત્રિના રંગમાં ચાર ચાંદ લગાવી દેશે.
નવરાત્રિની ગુજરાતના લોકોની સાથે દેશ-વિદેશમાં વસતાં ભારતીયો આતુરતાથી રાહ જાેતા હોય છે. વિવિધ ગાયક કલાકારોના સૂર અને સંગીતના સથવારે ગરબે ઘૂમતાં ખેલૈયાઓ જ્યારે ફાલ્ગુની પાઠકનો અવાજ સાંભળે છે ત્યારે તેમનો જુસ્સો વધી જાય છે. આવા જ ગરબા રસિકો માટે ફાલ્ગુની નવું ગીત લઈને આવી છે. વલસાડીને વિનોદ ભાનુશાળી હિટ્સ મ્યુઝિકે પ્રોડ્યુસ કર્યું છે. ફાલ્ગુની પાઠકે શૈલ હાડા સાથે મળીને તેને કમ્પોઝ કર્યું છે. આ ગીતને અશોક અંજમે લખ્યું છે. આ ગરબાના વિડીયોને જિગર સોની અને સુહરાદ સોનીએ કોરિયોગ્રાફ કર્યા છે. જ્યારે વિડીયોનું દિગ્દર્શન સંજય લોંધેએ કર્યું છે.ગીત વિશે વાત કરતાં ફાલ્ગુની પાઠક કહે છે, “મારા ચાહકોને આ નવરાત્રિ માટે ‘વાસલડી’ મારા તરફથી ભેટ છે. મને આશા છે કે આ દાંડિયા ઉત્સવ દરમિયાન મારું આ ગીત એક લૂપમાં વગાડવામાં આવશે, અને તેઓ ઘણું બધું સમર્પિત કરશે.
આ ગીત માટે પ્રેમ. ફાલ્ગુની પાઠક નવરાત્રિની ક્વિન પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફાલ્ગુની પાઠકના ગીત પર નવરાત્રિના તહેવારમાં ગરબા રસિકો મન મૂકીને ગરબા રમે છે. ફાલ્ગુની પાઠકે બોલિવૂડમાં ઘણા વર્ષોથી કોઈ ગીત રિલીઝ નથી કર્યું. ગુજરાતીમાં આ વર્ષે ફાલ્ગુની પાઠકે એપ્રિલ મહિનામાં એક નવું ગીત રિલીઝ કર્યું હતું, જે જબરદસ્ત હિટ રહ્યું હતું.
નવરાત્રિના સમયે ફાલ્ગુની પાઠકના દરરોજ પ્રોગ્રામ હોય છે. આ કલરફુલ, વાઇબ્રન્ટ અને એનર્જેટિક ગરબા વિડિયોને જીગર સોની અને સુહ્રદ સોની દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે, જેઓ વિડિયોમાં પણ છે, જ્યારે વિડિયોનું નિર્દેશન સંજય લોંધેએ કર્યું છે. વિનોદ ભાનુશાળીએ કહ્યું, “ફાલ્ગુની પાઠકના ગીતો વિના નવરાત્રી અધૂરી છે. તેના ગીતો આજે પણ સૌને યાદ છે.
એક મ્યૂઝિક લેબલના રૂપે અમે ફેન્સને ગરબા કરવા માટે એક નવું ગીત આપવાનો પ્રયાસ કર્યો છે. વાંસલડી તેમના સંગીતના અસલી તારને દર્શાવે છે. તે પોતાની સિગ્નેચર સ્ટાઈલ સાથે પોતીકાપણાની ભાવના દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે, તહેવારની સીઝનમાં આ ગીત ધૂમ મચાવશે.”
4 Comments
Your humor added a lot to this topic! For additional info, click here: FIND OUT MORE. What do you think?
The next time I read a blog, I hope that it doesnt disappoint me as much as this one. I mean, I know it was my choice to read, but I actually thought youd have something interesting to say. All I hear is a bunch of whining about something that you could fix if you werent too busy looking for attention.
I enjoy the efforts you have put in this, thanks for all the great blog posts.
I’m still learning from you, while I’m trying to achieve my goals. I certainly liked reading all that is posted on your website.Keep the posts coming. I loved it!