મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આજે દેશની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સમર્પણના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત ભવ્ય “@150 UNITY MARCH” એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ


આ યાત્રાનો પ્રારંભ સંતરામપુર તાલુકાના હીરાપુર ઉન્નતિ માધ્યમિક શાળાથી થયો અને ત્યાર પછી દેશભક્તિના નારા અને રાષ્ટ્રભાવના સાથે યાત્રા સંતરામપુર આઝાદ મેદાન સુધી પહોંચીને પૂર્ણ થઈ.
યુવા પેઢી દેશની મજબૂત શક્તિ ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર


આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે ઉપસ્થિત રહી યાત્રામાં જોડાયેલી જનતા અને યુવાનોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો.
“યુવા પેઢી દેશના વિકાસની સૌથી મોટી શક્તિ છે. સરદાર સાહેબના આદર્શો, રાષ્ટ્રપ્રેમ અને અખંડ ભારતનાં મૂલ્યો યુવાનોને સચ્ચા માર્ગ પર દોરી જશે.”




તેમણે વધુમાં ઉમેર્યું કે આ યાત્રા માત્ર એક સ્મરણ નથી, પરંતુ દેશની એકતા અને અખંડતાને મજબૂત બનાવવા માટેનો સંકલ્પ છે, જે સરદાર સાહેબને સાચી અંજલિ છે.
યાત્રામાં રાષ્ટ્રભાવનાનો ઉમળકો, જનજન સુધી સંદેશનો પ્રસારો




યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા. દેશભક્તિના નારા, પોસ્ટરો, સરદાર સાહેબના સંદેશો અને રાષ્ટ્રભાવના દર્શાવતા બેનરો સાથે સમગ્ર માર્ગ ઉત્સાહથી ગૂંજી ઉઠ્યો.
યાત્રા માર્ગમાં લોકો દ્વારા ફૂલવર્ષા કરીને પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું.




સરદાર સાહેબના સિદ્ધાંતો
-
એકતા
-
રાષ્ટ્રભાવ
-
અખંડ ભારતનો સંકલ્પ
આ યુનિટી માર્ચ દ્વારા જીવંત રીતે લોકો સુધી પહોંચ્યા.
આ કાર્યક્રમ દરમ્યાન અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમકે


-
મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ
-
જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ બારીયા
-
મુખ્ય વક્તા નરેન્દ્રભાઈ સોની
-
ઇન્ચાર્જ પ્રકાશભાઈ કટારા
-
સંગઠન પ્રમુખશ્રીઓ
-
મહામંત્રીશ્રીઓ
-
સરપંચશ્રીઓ
-
તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો
બધાએ રાષ્ટ્રભાવના અને એકતાના સંકલ્પ સાથે યાત્રામાં સક્રિય ભાગ લીધો.
આઝાદ મેદાન ખાતે યાત્રા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રભાવના, સરદાર સાહેબના યોગદાન અને અખંડ ભારત નિર્માણના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન થયું.
કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો મજબૂત સંદેશ આપતો રહ્યો.
રિપોર્ટર વનરાજ રાવલ
સવાદદાતા પંચમહાલ મહીસાગર દાહોદ

