અમદાવાદ/નર્મદા/ભરૂચ/વડોદરા/ગુજરાત
ક્રિહાન ટેક્ષ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલીટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના 6 કામદારો અને બોઈલર ઓપરેટરો PF અને બોનસ ન મળતા મેનેજમેન્ટ સમક્ષ રજુઆત કરવા ગયા હતા. પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ તે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. આ ઘટના ઘટ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કંપનીના મેનેજમેન્ટની મુલાકાત લીધી હતી.
આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ અમે જીઆઇડીસીમાં ક્રિહાન ટેક્ષ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરવા આવ્યા છીએ. આ કંપનીમાં જે સ્થાનિક રોજમદારો અને વર્કરો છે તેઓ 2011થી અહીંયા કામ કરે છે, તેમ છતાં પણ તેમને આજ દિન સુધી પણ કાયમી કરવામાં આવ્યા નથી. હજુ પણ તેઓ કોન્ટ્રાક્ટ પર જ કામ કરી રહ્યા છે. સાથે 240 દિવસ પણ પુરા કરવા દેવામાં આવતા નથી, આ સિવાય સેફટી અને વીમા પોલિસી મુદ્દે પણ ઘણી સમસ્યાઓ હતી. આવા અનેક મુદ્દાઓ પર કર્મચારીઓએ અમારી સમક્ષ રજૂઆત કરી હતી. માટે આજે આ કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છીએ. જે વર્કરોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તે લોકોને પાછા લેવામાં આવે તેવી અમે વાત મૂકી છે.
સાથે સાથે આવનારા સમયમાં કારીગરોને કાયમી કરવામાં આવે અને યોગ્ય સેલેરી મળે અને સેફટીના સાધનો પણ મળે એ બાબતે પણ અમે રજૂઆત કરી છે. અમે ફરીથી ભવિષ્યમાં આ જગ્યાની મુલાકાત લઈશું અને અમે તકેદારી રાખીશું કે આવનારા સમયમાં આવો કોઈ પણ ઇસ્યુ ઉભો થાય નહીં. સાથે સાથે હું કહેવા માંગીશ કે આ જીઆઇડીસીના વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે તેઓ બે-ત્રણ આગેવાનોને સાચવી લે છે અને તેમના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે. અહીંયા જ્યારે કોઈ પણ મુદ્દો ઊભો થાય છે ત્યારે તેમના સાચવેલા લોકલ આગેવાનો અને કંપનીઓ વાત કરે છે અને તે લોકો આગેવાનો સ્થાનિક મુદ્દાને દબાવી દે છે.
આજથી અમારું ઝઘડિયા જીઆઇડીસીમાં કાઉન્ટ શરૂ થયું છે, તો આજથી આવી જે પણ કંપનીઓની રજૂઆતો અમારી પાસે આવશે, તે કંપની પાસે અમે આવનાર દિવસોમાં જઈશું. અમે તમામ મજૂરો અને કારીગરોને જણાવવા માંગીએ છીએ કે જો કોઈ પણ કંપનીઓ તમારું શોષણ કરતી હોય, બાર બાર કલાક કામ કરાવતા હોય અને જેમને ન્યાય ન મળતો હોય તેવા લોકો અમને મળે અને અમે એ કંપની પાસે જઈને તેમના મેનેજમેન્ટ સાથે વાત કરીશું. રોજમદારોને કાયમી નોકરી મળે, યોગ્ય સેલેરી મળે અને તેમની સ્કિલ વધે અને જો કોઈ પણ કર્મચારીને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી કંપનીની રહેશે તે મુદ્દા પર અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
ગુજરાત પ્રવાસી ન્યુજ અમદાબાદ

2 Comments
Kumbaba su kaçak tespiti Başakşehir’de su kaçağı tespiti yaptırdım. Gerçekten çok memnun kaldım. Profesyonel bir hizmet. https://atleticomadridfansclub.com/ustaelektrikci
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.