અમદાવાદ | 20/12/2025
આજરોજ તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કુલ પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઈ હતી, જેમાં શ્રી પંકજ રાઠોડ પ્રમુખ તરીકે વિજયી બન્યા.
ઉપપ્રમુખ પદે શ્રી ભરતસિંહ બિહોલ અને શ્રી રાજુભાઈ ભરવાડ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ખજાનચી તરીકે કુ. રિતુ મકવાણા, લાઇબ્રેરી તરીકે શ્રી હર્ષરાજ ઝાલા, સેક્રેટરી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે શ્રી હિતેષ પરમાર તથા શ્રી ધવલ રાવલની પસંદગી કરવામાં આવી હતી. એલ.આર. પદે ઠાકોર નિધિ ચૂંટાઈ આવ્યા.

કારોબારી સભ્યો તરીકે સોલંકી પ્રિયંકા, ઠક્કર ચાંદની, ડુંગરાણી નેઇત્રી, નકુમ અર્ચના, સોલંકી પારુલ, પંચાલ રાજલ, પારેખ રમેશ, ઠાકોર યોગેશ, વાઘેલા જસવંતસિંહ, વાઘેલા ગૌરવ, શાસ્ત્રી મિતેષ, રાવલ નીરવ અને ચંપાવત ગજેન્દ્રસિંહ ચૂંટાઈ આવ્યા હતા.
પરિણામ જાહેર થતાં જ કોર્ટ પ્રાંગણમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી અને ઢોલ-નગારાના તાલે વિજયી તમામ ઉમેદવારોનું સન્માન કરી જીતની ઉજવણી કરવામાં આવી. પ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી પંકજ રાઠોડ સહિત તમામ હોદેદારોએ મતદાન કરનાર સમગ્ર વકીલ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજી અને તટસ્થ રીતે પરિણામ જાહેર કરનાર ચૂંટણી કમિશનર પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

અહેવાલ / સંપાદન: સિયારામ શર્મા
ન્યૂઝ ચેનલ: ગુજરાત પ્રવાસી ન્યૂઝ
સ્થળ: અમદાવાદ

