ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી મુજબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


પ્રદેશ અધ્યક્ષશ્રીએ પોતાના સંબોધનમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને યાદ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીનદયાળજીની ‘અંત્યોદય’ વિચારધારાને કાર્યરૂપ આપી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજીનું સ્મરણ કરતાં તેમણે જણાવ્યું કે સ્વામીજીના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે.
તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની પ્રશંસા કરતાં જણાવ્યું કે દેશમાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે શૌચાલય નિર્માણ અભિયાન, ‘જ્યોતિગ્રામ યોજના’ અને ગ્રામ વિકાસના ઉદાહરણો આપતા વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો.


શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે ભાજપાની ઓળખ કાર્યકર્તાઓના સમર્પણ અને કમળના પ્રતિક સાથે જોડાયેલી છે. “મેરા બુથ સબસે મજબૂત” ના સૂત્ર સાથે તેમણે પ્રત્યેક બુથ મજબૂત બનાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. બુથ મજબૂત બનવાથી વિધાનસભા અને દેશ મજબૂત બને છે, એમ તેમણે જણાવ્યું.
તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે જળ જીવન મિશન, આવાસ યોજના, આરોગ્ય વીમા યોજના, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, નર્મદા યોજના, ગ્રામિણ રોડ અને કનેક્ટિવિટી વિકાસ વગેરે અંગે માહિતી આપી. નર્મદા ડેમના દરવાજા મુદ્દે પણ તેમણે ઉલ્લેખ કર્યો કે પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી મોદીએ ઝડપી નિર્ણય લીધો હતો.


શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતની જનતાનો વિશ્વાસ ભાજપા સાથે જોડાયેલો રહ્યો છે અને વિકાસ તથા વિશ્વાસના આધારે પાર્ટીએ સતત પ્રગતિ કરી છે.
કાર્યક્રમ દરમિયાન ભાજપા આગેવાનો અને કાર્યકરોએ નોટબુક અને પુસ્તકો આપી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી સહિત જિલ્લા અને સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકર્તા સંમેલન પહેલાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ પંચમહાલ જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજી હતી.
બ્યુરો ચીફ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ


3 Comments
QQ88 mang đến cổng truy cập giải trí online hiện đại, vận hành ổn định và đảm bảo sự thuận tiện cho người dùng.
QQ88 là nền tảng giải trí trực tuyến uy tín, tối ưu trải nghiệm với tốc độ truy cập nhanh và giao diện thân thiện.
QQ88 là thương hiệu cá cược uy tín hàng đầu hiện này mang đến kho game hấp dẫn 2026