તારીખ: 25 માર્ચ 2026રિપોર્ટ: ગુજરાત પ્રવાસી ન્યૂઝ
અમદાવાદના દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં મહીલા મોર્ચા દ્વારા એક મહત્વપૂર્ણ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત મહીલા મોર્ચાના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં કર્ણાવતી મહાનગર મહીલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી નંદનીબેન પડ્યાંએ ઉપસ્થિત હોદેદારોને સંબોધિત કરતાં સંગઠનને મજબૂત બનાવવા માટે એકતા અને સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સંગઠનના કાર્યને વિસ્તૃત કરવા માટે મહિલાઓએ આગેવાની લેવી જરૂરી છે.આઉપરાત મહામંત્રી ડૉ. ચંદાબેન પટેલે સંગઠનાત્મક કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં મહિલાઓની સક્રિય હાજરી જરૂરી રહેશે.
બેઠકમાં સુમનબેન રાજપૂત (પશ્ચિમ લોકસભા મહીલા મોર્ચા પ્રભારી) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહીલા મોર્ચાના કાર્યકરોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે સંગઠનના મજબૂત માળખા માટે દરેક કાર્યકરે જવાબદારીપૂર્વક કાર્ય કરવું અનિવાર્ય છે.
આ બેઠક દરમિયાન સંગઠનના વિસ્તરણ, મહિલાઓના સશક્તિકરણ અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ હોદેદારોએ સંગઠનના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

- દાણીલીમડા વિસ્તારમાં મહીલા મોર્ચાની પરિચય બેઠક
- નવનિયુક્ત હોદેદારોની ઉપસ્થિતિ
- સુમનબેન રાજપૂત (પશ્ચિમ લોકસભા મહીલા મોર્ચા પ્રભારી) ની હાજરી
- સંગઠન મજબૂતી અને મહિલાઓના સશક્તિકરણ પર ભાર
- આગામી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા
- 🔴 દાણીલીમડા વિધાનસભામાં મહીલા મોર્ચાની પરિચય બેઠક યોજાઈ
🔴 ખાનપુર કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદેદારો સાથે અગત્યની બેઠક
🔴 નંદનીબેન પડ્યાંએ સંગઠન મજબૂતી પર આપ્યું માર્ગદર્શન
🔴 ડૉ. ચંદાબેન પટેલે મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો
🔴 સુમનબેન રાજપૂત (પશ્ચિમ લોકસભા મહીલા મોર્ચા પ્રભારી) હાજર
🔴 મહિલા સશક્તિકરણ અને આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા
🔴 સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નેતાઓએ કર્યો આહ્વાન
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ

