અમદાવાદ: ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિની વૈશ્વિક ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–૨૦૨૬ આ વર્ષે વિશેષ ભવ્યતા સાથે ઉજવાશે. આ મહોત્સવમાં વિશ્વના ૫૦ દેશોમાંથી ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો ભાગ લેશે. આમ કુલ ૧,૦૭૧ પતંગરસિયાઓ મહોત્સવમાં જોડાશે.
મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન તા. ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકમળે કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ મહોત્સવને વિશેષ આંતરરાષ્ટ્રીય ગૌરવ આપશે.
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યમાં પતંગરસિયાઓ રંગબેરંગી પતંગો ઉડાડી આ તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી **હર્ષ સંઘવી**ના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવનું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ ખાતે તા. ૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ આકારના શ્રેષ્ઠ મોટા પતંગો ઉડાડશે, જે આકાશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
તા. ૧૩ જાન્યુઆરીના રોજ વિશેષ રાત્રિ પતંગ ઉડાનનું આયોજન પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલીઓ અને પૌરાણિક પોળો, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઇકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સ તેમજ દરરોજ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનો અને પ્રવાસીઓને આકર્ષશે. આ કાર્યક્રમોમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલબેન દવે પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે.
મહોત્સવ દરમિયાન કુલ ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જેના માધ્યમથી સ્થાનિક કલા, હસ્તકલા તથા પરંપરાગત વ્યંજનોને પ્રોત્સાહન મળશે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–૨૦૨૬ અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ યોજાશે—
-
રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરા ખાતે : તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૬
-
વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે : તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૬
-
વડોદરા ખાતે : તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૬
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. ગુજરાત ટૂરિઝમની માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૬માં આ મહોત્સવ દરમિયાન અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લેશે, જેના કારણે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને નોંધપાત્ર વેગ મળશે.
સહ સંપાદક : પરેશ રાવલ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ


5 Comments
**glucore**
glucore is a nutritional supplement that is given to patients daily to assist in maintaining healthy blood sugar and metabolic rates.
**sugarmute**
sugarmute is a science-guided nutritional supplement created to help maintain balanced blood sugar while supporting steady energy and mental clarity
**prime biome**
The natural cycle of skin cell renewal plays a vital role in maintaining a healthy and youthful appearance by shedding old cells and generating new ones.
98WIN – Nền tảng cá cược trực tuyến uy tín hàng đầu, nơi hội tụ kho trò chơi đa dạng từ casino, thể thao đến các game giải trí hấp dẫn. Tham gia ngay hôm nay để khám phá những trải nghiệm khác biệt, tận hưởng dịch vụ chuyên nghiệp và cơ hội nhận về vô số phần thưởng hấp dẫn dành riêng cho bạn!
**hepatoburn**
hepatoburn is a high-quality, plant-forward dietary blend created to nourish liver function, encourage a healthy metabolic rhythm, and support the bodys natural fat-processing pathways.