Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
પ્રધાનમંત્રી મોદી જ્યારથી દેશની કમાન સંભાળી રહ્યાં છે ત્યારથી દુનિયાના દેશોનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. મોદીની લીડરશીપ અને તેમની ત્વરિત અને બોલ્ડ ડિશિજન લેવાની આવડતની દુનિયાના દેશોના લીડર્સ પણ કાયલ છે. મોદીની વિદેશનીતિઓ પણ ભારતને દુનિયા સમક્ષ એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રેઝન્ટ કરે છે. એટલું જ નહીં દુનિયાભરના દેશોના વડાઓ સાથે મોદીની મિત્રતાએ ઔપચારિકતાથી વધારે અને અંગત નિકટતા ભરી હોય છે. જેને કારણે ભારતને તેનો લાભ મળે છે. એ જ કારણ છેકે, મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દોસ્તીનો લાભ કરોડો ભારતીયોને મળવા જઈ રહ્યો છે. રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરવા પર વિતાર કરી રહ્યું…
નવરાત્રી ખાસ ફાલ્ગુની પાઠકનું નવું ગીત થયું રિલીઝ, ખેલૈયાઓ આ ગીત સાંભળતા જ ઝૂમી ઉઠશે ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક નવું ગીત લઈને આવી ગઈ છે. નવરાત્રિ પહેલાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પોતાનું નવું ગીત રિલીઝ કર્યું છે. ફાલ્ગુની પાઠક વિના નવરાત્રી અધૂરી લાગે છે ત્યારે આ વખતે તે ખેલૈયાઓ માટે ‘વાંસલડી’ ગીત લઈને આવી છે. જે નવરાત્રિના રંગમાં ચાર ચાંદ લગાવી દેશે. નવરાત્રિની ગુજરાતના લોકોની સાથે દેશ-વિદેશમાં વસતાં ભારતીયો આતુરતાથી રાહ જાેતા હોય છે. વિવિધ ગાયક કલાકારોના સૂર અને સંગીતના સથવારે ગરબે ઘૂમતાં ખેલૈયાઓ જ્યારે ફાલ્ગુની પાઠકનો અવાજ સાંભળે છે ત્યારે તેમનો જુસ્સો વધી જાય છે.…
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રોની કામગીરીના મૂલ્યાંકનના આધારે ૯ ડીડીઆરસી કેન્દ્રોનું આદર્શ ડીડીઆરસી તરીકે નવીનીકરણ (અપગ્રેડેશન)કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ. વિરેન્દ્ર કુમાર ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જોડાયેલ એક બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો રાકેશ, જોશી,ADMS ડૉ. રજનીશ પટેલ અને DDRC ના ઇન્ચાર્જ શ્રી હેમંત પટેલ આ બેઠકમાં સહભાગી બન્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વર્ષ 2001 થી જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર…