Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
ડેથ મશીનના માધ્યમથી ઓક્સિજનનું સ્તર ઘટાડી હાઇપોક્સિયાના માધ્યમથી મોત આપવામાં આવે છે નવી દિલ્હીઃ ભારતમાં આત્મહત્યાના સમાચાર આપણે રોજબરોજ વાંચીએ છીએ. દરરોજે કોઈને કોઈએ અકળ કે જાણીતા કારણસર આત્મહત્યા કરી હોય છે. સ્વિટ્ઝરલેન્ડે આ વચ્ચે આત્મહત્યા માટેના મશીનને મંજૂરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક જ મિનિટમાં આત્મહત્યાની પ્રક્રિયા પૂરી કરી નાખે છે. તેના લીધે વ્યક્તિ દર્દ વગર આરામથી મૃત્યુ પામી શકે છે. હવે આ મશીનને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં આ મશીન એક તાબૂત એટલે કે કોફિનના આકારમાં બનેલી છે. આ મશીનના માધ્યમથી ઓક્સિજનનું સ્તર ધીમે-ધીમે ઘટાડીને હાઇપોક્સિયા કે હાઇપોકેનિયમના માધ્યમથી મોત આપવામાં આવે…
નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટે ચાઇનીઝ હેકિંગ ગ્રુપને મોટો પદાર્થપાઠ શીખવાડયો છે. ચાઇનીઝ હેકિંગ ગ્રુપ અમેરિકા સહિત વિશ્વના 28 દેશોને લક્ષ્યાંક બનાવતું હતું, એમ કંપનીના કસ્ટમર સિક્યોરિટીના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટ ટોમ બર્ટે તેની બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું. માઇક્રોસોફટ ડિજિટલ ક્રાઇમ યુનિટ (ડીસીયુ)એ ચીન સ્થિત હેકિંગ ગ્રુપપ જે નિકલના નામથી ઓળખાય છે તેની હેકિંગ પ્રવૃત્તિઓ અવરોધી છે. આજે જારી થયેલા દસ્તાવેજો મુજબ વર્જિનિયાની ફેડરલ કોર્ટે અમારી નિકલ વેબસાઇટને બ્લોક કરવાની વિનંતી સ્વીકારી છે. આ વેબસાઇટનો ઉપયોગ અમેરિકા સહિત વિશ્વના 28 દેશો અને બીજા સંગઠનો પર સાઇબર હુમલો કરવા થતો હતો. આના લીધે નિકલ હવે તેના પીડિતો પર હુમલો નહી કરી શકે તથા કટઓફ…
રશિયાએ હુમલો કર્યો તો 40થી 50 લાખ યુક્રેનવાસીઓએ યુરોપમાં શરણ લેવી પડે છે, તેથી નાટો અમને શસ્ત્ર આપે નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે જારી તનાવના વચ્ચે યુક્રેનના સંરક્ષણ પ્રધાને મોસ્કોને ધમકી આપી છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેક્સી રેઝનિકોવે સીએનએન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો ખરેખર નરસંહાર થશે. જો મોસ્કો હુમલો કરે છે તે રશિયનો કબર ભેગા થશે. તેણે અમેરિકન પ્રમુખ બાઇડેનને મોસ્કો સામે મજબૂતીથી ઊભા રહેવા અપીલ કરી છે. યુક્રેનના વિવાદને લઈને ટૂંક સમયમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુટિન અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન વિડીયો કોન્ફરન્સ કરવાના છે. અમેરિકા સહિત યુરોપીયન દેશોએ યુક્રેન…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બેવડા ધોરણો સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે, હાલમાં રોડ રસ્તાનાં સમારકામ માટે તેની પાસે પૈસા નથી. રોડ રસ્તા નવા બનાવવાની તો વાત છોડો પરંતુ કોર્પોરેશન પાસે હાલ ખાડા પુરવાના પણ પૈસા નથી. તેવામાં કોર્પોરેશન પોતાનાં તમામ ખર્ચાઓ શક્ય તેટલા ઘટાડીને કામકાજ કરી રહ્યું છે. તેવામાં હાલ રોડ રસ્તાની કાર્યવાહી કરવી શક્ય નથી. તેવું સોગંદનામું હાઇકોર્ટમાં દાખલ કર્યું હતું. અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બેવડા ધોરણો સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે, હાલમાં રોડ રસ્તાનાં સમારકામ માટે તેની પાસે પૈસા નથી. રોડ રસ્તા નવા બનાવવાની…
યુવતીના પિતા જ સાધુને જમવા માટે ઘરે લઇ આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું જો કે સાધુને સામેથી ઘરે જમવા બોલાવીને યુવતીએ આવું કેમ કર્યું તે પોલીસ માટે પણ તપાસનો વિષય, પ્રાથમિક રીતે છેડતીનો હોવાનું માની રહી છે ગૌરવ દવે/રાજકોટ : જામનગર હાઇવે પર આવેલા પરાપીપળીયા ગામ નજીક સાધુની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. હત્યાનાં બનાવને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સાધુની હત્યા પાછળ મહિલા સાથે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડો જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિકત તપાસમાં ખુલ્યું છે. જેને લઇને યુનિવર્સિટી પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી પુછપરછ શરૂ કરવામાં…
આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી વધારે ભાર રાજ્યમાં માર્ગ વિકાસ – માર્ગ નિર્માણની સુવિધાઓ પર આપવામાં આવ્યો હતો. માર્ગ વિકાસ માટે રૂ. ૧૪૯૪.૨૧ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરવા આવક મર્યાદા રૂ. ૧ લાખથી વધારી રૂ. ૪ લાખ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં જાહેર હેતુસરના કામો અન્વયે કુલ ૧૨,૩૭,૪૨૧.૧૯ ચો.મી. જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૩.૫ કિલો ઘઉંની જગ્યાએ ૧.૫ કિલો ચોખાનો વધારો કરીને કુલ ૩ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીની આગેવાનીમાં VGGS-2021…
નવી દિલ્હીઃ ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં દર અઠવાડિયે આવા ખાસ સ્ટાર્સ આવે છે, જે શોમાં ગાંઠ બાંધે છે. KBCનો શુક્રવારનો એપિસોડ હંમેશા ખૂબ જ ખાસ રહ્યો છે. આ સપ્તાહનો એપિસોડ પણ ઘણો સ્પેશિયલ બનવાનો છે કારણ કે આ વખતે ‘ફેન્ટાસ્ટિક ફ્રાઈડે’માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ પહોંચશે. તેમની હાજરીને કારણે શોમાં હાસ્યનો ડોઝ બમણો થઈ શકે છે. તારક મહેતાની આખી ટીમ KBC પહોંચશે- બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 13’માં દર અઠવાડિયે શુક્રવારે સ્ટાર્સનો મેળાવડો ઉજવવામાં આવે છે. સેલિબ્રિટીઓ શોમાં આવે છે અને અમિતાભ બચ્ચન સાથે ગેમ રમે છે, પરંતુ તેમની સાથે ખૂબ મજાક પણ કરે…
નવી દિલ્હીઃ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ઈડીએ તેને 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ પહેલા રવિવારે ઈડીએ જેકલીન ફર્નાન્ડિઝને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા રોકી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીએ તેને કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય વિુદ્ધ ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં સામેલ થવાની સંભાવનાને કારણે એરપોર્ટ પર રોકવામાં આવી છે. જાણવા મળ્યું કે જેકલીન દુબઈ કે મસ્કટ જઈ રહી હતી અને તેને રોકી લીધા બાદ તે એરપોર્ટથી પરત જતી રહી હતી. ઉલ્લેખનીય છે કે ઈડીએ ચંદ્રશેખર અને તેની અભિનેત્રી પત્ની…
નવી દિલ્હીઃ વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) ના લગ્ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે આ બંનેના ફેન્સ તેમના લગ્નની દરેક માહિતી જાણવા માંગે છે. આવી સ્થિતિમાં અમે તેમને આ બંને સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો. લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે લોન પણ લે છે, પરંતુ એક્ટર અને એક્ટ્રેસને આ લગ્નથી ભારે નપો થવાની અપેક્ષા છે. 7 થી 9 ડિસેમ્બર સુધી ચાલશે ફંકશન વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) ભલે તેમના લગ્નની જાણકારી લોકો સામે આવ્યા બાદથી પરેશાન અને આશ્ચર્યચકિત છે અને…