અખબારી યાદી તા. ૧૯-૧૧-૨૦૨૪
ભાજપ સરકારે પહેલા મુડીપતિઓ-ઉદ્યોગપતિઓને ગૌચર-સરકારી જમીનો પધરાવી, હવે કાયદામાં ફેરફાર કરી ખેડૂતોની ખેતીની જમીનો પચાવી પાડવાનો કારસો. : અમિત ચાવડા કોંગ્રેસે ખેતમજુરો-ગણોતિયાઓને કાયદાથી ખેડૂતો બનાવ્યા, કાયદાથી વર્ષો સુધી જમીનો સચવાઈ, ભાજપ સરકાર જમીન કાયદામાં સુધારા કરશે તો ખેડૂતો જમીન વિહોણા બનશે-ખેત ઉત્પાદન ઘટશે. : અમિત ચાવડા
જમીન ખરીદી માટે ૮ કિલોમીટર મર્યાદા દુર કરી, નવી શરતની જમીનો વેચાણની મંજુરી આપી પહેલા જ ગરીબોની જમીનો વેચાઈ રહી છે હવે બિન ખેડૂતને ખેતીની જમીન ખરીદવાની મંજુરીથી મોટા પ્રમાણમાં મુડીપતિઓના હાથમાં જમીનો આવશે. : અમિત ચાવડા
પહેલા જમીનદારો પાસે ખેતીની જમીનો હતી. હવે મુડીપતિઓ પાસે ખેતીની જમીનો હશે. : અમિત ચાવડા
સરકાર જમીન કાયદામાં સુધારો કરી “બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે” તેવો સુધારો કરશે તો કોંગ્રેસ પક્ષ સડકથી લઇ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા ઉગ્ર વિરોધ કરશે. : અમિત ચાવડા
વિધાનસભા ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા શ્રી અમિત ચાવડા એ જણાવ્યું કે આપણો દેશ અને આપણું રાજ્ય ખેતીપ્રધાન રાજ્ય છે. રાષ્ટ્ર અને રાજ્યની જે સમૃદ્ધિ છે, ઉન્નતી છે, જી.ડી.પી. છે એમાં ખેડૂત અને ખેતીનું ખુબ મોટું યોગદાન છે. ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સંકળાયેલી છે એના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતો અને પશુપાલકો છે એની આર્થિક સમૃદ્ધિ પણ એનું એક માધ્યમ છે.
ગુજરાતમાં ૫૬ લાખ કરતા વધારે ખેડૂત ખાતેદારો છે અને છેલ્લા ૩૦ વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની જે નીતિ છે, નિયત છે એના કારણે દિવસે-દિવસે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. અને એવો જ એક નિર્ણય કરવાનું સરકાર વિચારી રહી છે કે ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે જેના કારણે જે દુરોગામી અસરો થવાની છે તે નુકસાન થવાનું છે એના બાબતે વાત કરવાની છે. દેશ આઝાદ થયો ત્યારે દેશમાં મોટાભાગની જમીનો દેશી રજવાડા, ગરાસદાર કે ગામધણી સાથે જમીનદારો હતા તેમના કબ્જામાં હતી. એ વખતે સામાન્ય ગરીબ લોકો ખાસ કરીને એસ.સી., એસ.ટી. પછાતવર્ગના લોકો એ જમીનોમાં મહેનત-મજુરી કરતા હતા, ગણોતિયા હતા, ખેતમજુરી કરતા હતા, એમનું જીવન ખુબ દયનીય હતું. કોંગ્રેસની સરકાર અને એની નીતિઓને કારણે ગરીબ અને પછાત વર્ગના લોકોને સમૃદ્ધ બનાવવા માટે, મુખ્ય ધારામાં લાવવા માટે જમીનના કાયદા લાવ્યા એના કારણે જે જમીનમાં ખેતમજુરી કરતા હતા, ગણોતિયા હતા, ભાગિયા હતા તેવા લોકોને “ખેડે એની જમીન” નો કાયદો લાવી જમીનના માલિકો બનાવ્યા. એક વ્યક્તિ પાસેથી લઇ નાના-નાના લોકોને આપી જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિ વધી, લોકોનું જીવન ધોરણ સુધર્યું. એ જ કોંગ્રેસની સરકારોએ ચિંતા પણ કરી કે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધી લાંબા સમય સુધી જળવાઈ રહે એટલા માટે કાયદાકીય અધિકારો આપ્યા, કાયદાકીય નિયંત્રણો લાવ્યા. મુંબઈ રાજ્ય હતું ત્યારથી ૧૯૪૮માં મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદાઓ લાવ્યા. એ કાયદાઓ હેઠળ ગણોતિયાઓને રક્ષણ મળ્યું, એ જમીનો વર્ષો સુધી સચવાઈ રહી. એ જમીનો જે સમૃદ્ધ લોકો છે એ પચાવી ન પાડે, એ જમીનો ખરીદીને ફરીથી એક જ જગ્યાએ કેન્દ્રીકરણ ન થાય એની ચિંતા કરી ૧૯૫૬માં ખેતીની જમીન ધારણ કરવા માટે ૮ કી.મી.ની મર્યાદાનો કાયદો લાવવામાં આવ્યો. એટલે ૮ કી.મી.ની મર્યાદામાં જ ખેતીની જમીનોની લે-વેચ કરી શકે, અને ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદી શકે જેથી કરીને ખેતી જળવાઈ રહે, ઉત્પાદન જળવાઈ રહે અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય લોકોનું જીવન ધોરણ છે એને પણ કોઈપણ જાતનું નુકસાન ન થાય. એ કાયદાને કારણે વર્ષો સુધી, ૧૯૫૫ થી ૧૯૯૫ સુધી ખેતીની જમીનો જળવાઈ રહી, ખેતીનું ઉત્પાદન દિવસે-દિવસે ટેકનોલોજીને કારણે વધ્યું અને ખેડૂતો સમૃદ્ધ થયા અને એનાથી રાષ્ટ્ર અને રાજ્ય મજબુત થયા. એ વખતે જમીનોનું રક્ષણ થાય તે માટે જમીનોને નિયંત્રિત પ્રકારની એટલે કે નવી શરતની જમીન તરીકે જાહેર કરવામાં આવી, અને કાયદાકીય જોગવાઈ કરીને નવી શરતની જમીન સક્ષમ અધિકારી કે સરકારની પૂર્વ મંજુરી વગર જમીનનું વેચાણ ન થઇ શકે, એનો ભાગ કે વહેંચણી ન થઇ શકે, ગીરો કે બક્ષિશ ના થઇ શકે એવા પણ કાયદાકીય અધિકારો આપ્યા, નિયંત્રણો રાખ્યા જેના કારણે જમીનો વર્ષો સુધી જળવાઈ રહી અને આજે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની સમૃદ્ધિ છે એની પાછળ કોંગ્રેસની નીતિ અને કાયદાનું ખુબ મોટું યોગદાન છે.
ગુજરાતમાં અનેક ગ્રામ્ય વિસ્તારો કે શહેરોની નજીકના વિસ્તારો જ્યાં રોડ-રસ્તાઓ હતા, સુવિધાઓ હતી એ જમીનો ૧૯૯૫થી ફરી વેચાવાની શરુ થઇ, ફરી સમૃદ્ધ લોકો પાસે જમીનોનું કેન્દ્રીકરણ થવાની શરૂઆત થઇ અને મોટા પ્રમાણમાં આવી જમીનો વેચાઈ, કોંગ્રેસે જેને ખેડૂત બનાવ્યા હતા એ આજે બિન ખેડૂત થઇ ગયા છે. એ રીતે દિવસે-દિવસે એને આગળ વધારતા નવી શરતની જમીન જૂની શરતમાં કરવાની ઝુંબેશ પણ રાજ્ય સરકારે ઉઠાવી જેના કારણે મોટા પ્રમાણમાં જમીનોનું વેચાણ થયું, ખેતીની જમીનો પણ ઘટી અને સાથેસાથે ખેડૂતો પણ ઘટ્યા.
વધુમાં શ્રી અમિત ચાવડા એ જણાવ્યું કે હમણા મીડિયાના માધ્યમથી અનેક સરકારી વિભાગોમાં જે ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩ના ડીસેમ્બર મહિનામાં જમીનમાં સુધારણા કરવા, નિયમો બદલવા, એના માટેની જોગવાઈ કરવા માટે સી. એલ. મીના અધ્યક્ષ પદે એક કમિટીની રચના કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં આ કમિટીએ ગુજરાત સરકારમાં રીપોર્ટ સબમિટ કર્યો અને સરકારે એના પર ચર્ચા-વિચારણા કરી અને હમણાં જાણવા મળેલ છે કે, એવી વિચારણા ચાલી રહી છે કે ગુજરાતમાં જમીન કાયદામાં સુધારો કરી, મીના સમિતિના અહેવાલને આધારે સરકાર “બિન ખેડૂત હોય એને પણ ખેતીની જમીન ધારણ કરી શકે” એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જેના માટે પૂર્વ કાયદામાં પણ સુધારા કરવા પડશે, સરકારનું પગલું રાજ્ય માટે ખુબ જોખમી પુરવાર થવાનું છે, ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે એને અમલમાં મુકવા માટેનું આ પગલું છે. છેલ્લા ૩૦ વર્ષથી સરકારની નીતિઓને કારણે ખેતીની જમીનો વેચાઈ, ખેડૂતો ઘટ્યા, ખેતીની જમીન ઘટી અને ફરી પછી જમીનો મુડીપતિઓ પાસે કેન્દ્રિત થઇ. આ કાયદામા સુધારો કરવાથી ગુજરાતમાં જે મુડીપતિઓ છે એમને પહેલાથી જ ગૌચરની જમીનો પધરાવી દીધી, ઉદ્યોગપતિઓને સરકારી પડતર હતી એ પધરાવી દેવામાં આવ્યા, મોટા પ્રમાણમાં બિન ખેડૂતને ખોટી રીતે ખેડૂત બનાવવાનું એક ગુજરાતમાં નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
અમે સરકારને વિનંતી સાથે ચેતવણી પણ આપીએ છીએ કે, આવો કોઈ સુધારો કરતા પહેલા ગુજરાતની પ્રજા સાથે પણ પરામર્શ કરજો, રાજકીય પાર્ટીઓ સાથે પણ પરામર્શ કરજો, અન્યથા તમે જે સુધારો કરવા જઈ રહ્યા છો કે બિન ખેડૂત પણ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકશે. આ સુધારાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, સામાજિક સંગઠનો, ખેડૂત સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી પણ એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે.
સરકાર જમીન કાયદામાં સુધારો કરી “બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે” તેવો સુધારો કરશે તો કોંગ્રેસ પક્ષ સડકથી લઇ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા ઉગ્ર વિરોધ કરશે.
સૌમિલ રાવલ
(વિધાનસભા કોંગ્રેસ પક્ષ કાર્યાલય)
2 Comments
selamat datang di bandar togel terbaik, situs togel resmi dan terpercaya
İkitelli su kaçak tespiti Küçükçekmece su kaçağı tespiti: Küçükçekmece’deki su kaçakları için garantili hizmet. https://trngamers.co.uk/ustaelektrikci