ગુજરાત પ્રવાસી ન્યૂઝ.મહીસાગર જિલ્લા તરફથી આજની મોટી ખબર…


બિહારમાં ફરી એક વાર NDA નો જ્વલંત વિજય થયો છે, અને આ ઐતિહાસિક જીતની ખુશી મહીસાગરના સંતરામપુર નગરમાં પણ છલકાઈ રહી છે.
આજ રોજ સંતરામપુર ખાતે વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે NDA ના વિજય પર અપાર આનંદ વ્યક્તકર્યો અને કાર્યકર્તાઓ સાથે ભવ્ય વિજયોત્સવ મનાવ્યો.
સંતરામપુરના માંડવી ચોક અને પ્રતાપપુરા સર્કલ ખાતે કાર્યકર્તાઓ સાથે મળીને તેમણે ફટાકડા ફોડ્યા, શુભેચ્છાઓ આપી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરી.

આ પ્રસંગે સંતરામપુર નગરના પ્રમુખ શ્રી નિતીનભાઈ રાણા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નિશાબેન મોદી, તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઈ, મહામંત્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર જીલ્લાથી…
રિપોર્ટર: વનરાજ રાવલ
સવાદદાતા: પંચમહાલ, મહીસાગર, દાહોદ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ

