અખબારી યાદી
તા.૨૯-૧૦-૨૦૨૪
રાજીવ ગાંધીના ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સરકારી અધિકારીશ્રીઓએ નાગરિકની સેવા અને સુવિધા માટે કાર્યશીલ રહેવું તેના વિપરીત મહીસાગરના કલેકટરશ્રી નેહાકુમારી દ્વારા દલિત શોષિત, પત્રકાર, વકીલ માટે અણછાજતી ટીપ્પણી કરે એ ખુબ ગંભીર બાબત છે. આઈપીએસ રાજકુમાર પાંડીયન દ્વારા ગુજરાતના ૫૦ લાખ અનુસુચિત જાતીના અપમાન બાદ મહિસાગરના કલેક્ટરે પણ અનુસુચિત જાતીનુ સરકારશ્રીના સ્વાગત કાર્યક્રમમાં ન્યાય માટે ગયેલ અરજદાર શ્રી વિજયભાઈને ધમકાવી તમારી કામમાં હજુ મહિનાઓ લાગશે તેમ કહી અણછાજતું, ઉદ્ધતાઇપુર્વકનુ વર્તન થકી દલિત નાગરિકનું અપમાન કર્યું છે. જે નાગરિકો સાથે ગેરવર્તણૂક એટલે સરકારી કર્મચારીની સર્વિસ બુકના રુલનુ ઉલ્લંઘન છે. મહીસાગરના કલેકટરશ્રી નેહાકુમારી દુબે દ્વારા વકિલો અને પત્રકારો માટે પણ અપમાનિત કરતી ટીપ્પણી કરવામાં આવી છે. સમાજમાં શોષિત, વંચિત, દલિત, આદિવાસીના માન, સન્માન અને આત્મ સન્માનને રક્ષણ આપતી એટ્રોસિટી એક્ટ અંગે કોઈપણ આધારા પુરાવા, સર્વે, રીપોર્ટ કે અભ્યાસ વગર મનઘડત વાત કરતા કહ્યું કે ’૯૦ ટકા એટ્રોસીટીના કેસ બ્લેક મેઇલીંગ કરવા માટે ઉપયોગ થાય છે’. કલેકટરશ્રીનું આ પ્રકારનું નિવેદન આદિવાસી, અનુસુચિત જાતીના લોકોને અને સામાન્ય સમાજના લોકો વચ્ચે વૈમનશ્ય વધારનારું છે. આથી વિશેષ એક મહિલા હોવા છતાં દહેજના કેસ પણ ખોટા થઇ રહ્યા છે તેવી ટીપ્પણી નીંદનીય છે. ત્યારે સવાલ સ્વાભાવિક થાય કે જો કલેક્ટરશ્રી આ પ્રકારનું ભેદભાવ-કુંઠિત માનસિકતા ધરાવતાં હોય તો એટ્રોસીટીના કેસમાં શું કરતા હશે? પત્રકાર અને વકીલ વર્ગ માટે પણ અનુચિત ટીપ્પણી કરતા કહ્યું છે કે ચપ્પલથી મારવા લાયક કામ કરે છે. જે પણ ખુબ ગંભીર અને નિંદનીય છે આ નિવેદનને બાર કાઉન્સિલના વકીલ મિત્રો એ પણ વખોડી છે. કલેકટરશ્રીને પૂછવા માંગીએ છીએ કે આદિવાસી, દલિત સમાજના લોકોને મળવાપાત્ર કેટલી સ્ટોન ક્વોરી, સરકારી ભઠ્ઠા અને ખેતીની જમીન અપાવી? એ વિગતો જાહેર કરે. આગામી દિવસોમાં મહિસાગરના અનુસુચિત જાતીના લોકો વિરૂધ્ધ એટ્રોસીટીનો કેસ લઈને આપની પાસે આવશે તૈયાર રહેજો. દલિત સમાજ, વકીલ, પત્રકાર અને મહિલા પ્રત્યે કુંઠિત માનસિકતા ધરાવતા મહિસાગર કલેક્ટરશ્રી નેહા કુમારી દુબે સામે ગુન્હો દાખલ કરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખશ્રી નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના ધાંગધ્રા જીલ્લામાં જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દ્વારા દલિત સમાજના નેતાને જાહેરમાં જાતિવાચક શબ્દોથી અપમાનિત કરવામાં આવ્યા તેમ છતાં તેમના વિરુદ્ધ ફરિયાદ લેવામાં ઘણી રજૂઆત બાદ ફરિયાદ લેવામાં આવી. આજ દર્શાવે છે કે ભાજપ રાજમાં દલિત સમાજ પર અત્યાચાર સતત વધી રહ્યા છે .
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર, એસી ડીપાર્ટમેન્ટના પ્રમુખશ્રી હિતેન્દ્ર પીઠડીયા, એસસી ડીપાર્ટમેન્ટના પ્રવક્તાશ્રી ત્રિભોવનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
હિરેન બેન્કર,
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ.