અખબારી યાદી
તા. ૫–૯–૨૦૨૪ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે
ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલજીનાં માર્ગદર્શનથી ગુજરાતીઓની અસ્મિતા માટે સેવાનો યજ્ઞ કોંગ્રેસ પક્ષે શરૂ કરેલ છે અને તેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે તા. ૦૫મી સપ્ટેમ્બરના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ આઇટી સેલના પોરબંદર જિલ્લા કન્વિનરશ્રી રાજવીર બાપોદરા, આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિના મંત્રી અને સાઉથ ઝોનનાં પ્રભારીશ્રી જયેશભાઈ સંગાડા, આમ આદમી પાર્ટીના કિસાન સેલનાં ઉપાધ્યક્ષશ્રી રમશુંભાઈ હઠીલા, પ્રદેશ મંત્રીશ્રી શૈલેષભાઈ હઠીલા વિધિવત રીતે ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા.
ભાજપ આઇટી સેલના પોરબંદર જિલ્લા કન્વીનરશ્રી રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે પોરબંદર વિસ્તારમાં પ્રજા લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારએ માજા મૂકી છે. બીજીબાજુ ભાજપ જુદા જુદા નામે સભ્ય નોંધણીનું નાટક કરી રહી છે ત્યારે પ્રજાની છેતરપીંડીનાં નાટક ભાજપ બંધ કરે. કોંગ્રેસ પક્ષમાં જોડાતા આનંદ અનુભવું છું.
(હિરેન બેંકર)
પ્રવક્તા
1 Comment
Hello just wanted to give you a quick heads up. The text in your article seem to be running off the screen in Internet explorer. I’m not sure if this is a formatting issue or something to do with browser compatibility but I thought I’d post to let you know. The design and style look great though! Hope you get the issue fixed soon. Thanks