અખબારી યાદી
તા. ૨–૧૦–૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો અને દાદા ના રાજ માં દાદાગીરી નહિ ચાલે ની શેખી મારનાર ગૃહ મંત્રી જણાવે કે બળાત્કાર અને હત્યા જેવા ગંભિર ગન્હાઓમાં સંકળાયેલા ભાજપ ના નેતાઓ ના સરકારી વરઘોડા ક્યારે કાઢવાના છો? વડોદરા શહેરમાં 22 સપ્ટેમ્બરના રોજ જેહમત બાદ પોલીસ દ્વારા જે દુષ્કર્મની એફ.આઈ.આર. નોંધવામાં આવી તેના આરોપી આકાશ ગોહિલ ભાજપ જોડે સંકળાયેલ હતો, આરોપીની ધરપકડ ફરિયાદના એક સપ્તાહ બાદ પકડાય અને તે એક સપ્તાહ ક્યા હતો ? તેની પુછપરછ થવી જોઈતી હતી. આકાશ ગોહિલ એજ આરોપી છે જે તેના ઓડીઓમાં કહેતો હતો કે મારી પાસે પાંચ-પાંચ ધારાસભ્ય છે. વડોદરાની પોલીસ એ એવુ તો શું કર્યું કે આ બળાત્કારના આરોપીના રીમાન્ડ ના મેળવી શકી? બળાત્કાર નું આરોપી આકાશ ગોહિલ વગર રિમાન્ડ એ જેલ ભેગો થયો, દસ દિવસ પહેલા એફ.આઈ.આર. થઈ હતી, આરોપી ક્યાં હતો તે શું પોલીસ એ તપાસ ના કરવી જોઈએ, જે આરોપી એમ કહેતો હોય કે 5 ધારાસભ્યો મારી પાસે છે ની શેખી મારતો તે ચમરબંધીને કાયદા નું ભાન કરાવવા માં કેમ ગૃહ મંત્રી પાછા પડ્યા? વડોદરા ના કિસ્સા માં એવું જાણવા મળ્યું છે કે ધારાસભ્ય વિદેશ ગયા હોવા થી રાહ જોવાતી હતી કે કેમ ? તેવો સવાલ થાય છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક ઘટનાઓમાં ગુજરાતની પોલીસ ગુન્હેગારોને કાયદાનું ભાન કરાવતા જોવા મળતા વીડીયો સામે આવ્યાં ત્યારે જે લોકો ભાજપ કે સંઘ જોડે જોડાયેલા હોય તેવા ગુન્હેગારોના મુદ્દે પોલીસ અને ગૃહમંત્રી ચુપકેમ? દાહોદમાં છ વર્ષની દિકરીની હત્યા કરી દેવામાં આવે, આવા ગંભીર ગુન્હામાં પોલીસ કાયદાનું ભાન કરાવે તેવા વીડીઓ મીડીયામાં કેમ નથી દેખાતા ? શું એ નરાધમ ગોવિંદ નટનો સરકારી વરઘોડો કાઢવામાં આવ્યો હતો ? કલકત્તાની ચિંતા કરનાર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દાહોદની ઘટના ઉપર ચુપ કેમ ? વડોદરાના દુષ્કર્મની ઘટના ઉપર ચુપ કેમ ? મહેસાણાની દુષ્કર્મની ઘટના ઉપર ચુપ કેમ ? માત્ર વાહવાહી લુટવા નિવેદન બાજી કરી અને જ્યાં ગુન્હેગારો તેમની પાર્ટી જોડે સંકળાયેલા નિકળે છે તે બાબત ઉપરની ચુપ્પી સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપની કથની અને કરનીમાં ફેર છે.
શું દાહોદ માં સંઘી ગોવિંદ નટ ને કાયદા નું ભાન કરાવ્યું ? શું ભાજપ યુવા મોરચા ના ગૌરવ ચૌધરી નું સરઘસ કાઢ્યું, શું આટકોટ ના બળાત્કારી ભાજપ નેતા મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા ને કાયદા નું ભાન કરાવ્યું હતું? મીણબત્તી લઈ ને નીકળનાર ટ્વીટ વાળા નેતાઓ ને દાહોદ, વડોદરા, મેહસાણા, આટકોટ (રાજકોટ) દુષ્કર્મ કેસ માં કેમ સાપ સૂંઘી ગયો છે? શું આ આરોપીઓ ને જેલ માં વિશેષ સેવા નો લાભ તો નથી અપાતો ને ? તેની પણ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થાય તેવી માંગ છે.
(પાર્થિવરાજસિંહ કઠવાડીયા)