આવેદન મા.મુખ્યમંત્રી શ્રી & મા.શ્રમમંત્રીવડોદરામાં માનવસર્જિત પૂરના ના કારણે કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા બાબત.આપ જાણો છો કે હાલમાં વડોદરામાં થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોગીંગ અને વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી મોટા જથ્થામાં પાણી છોડવાના કારણે જે પુર આવ્યું હતું તેનાથી વડોદરા વાસીઓ અને વિશેષ રૂપે વડોદરામાં રહેતા કામદારોએ ખૂબ જ નુકસાનીનો સામનો કર્યો છે. અસંખ્ય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક લોકોના ઘરવખરીનુ મોટાપાયે નુકસાન થયું છે.
આ પરિસ્થિતિમાં અસંખ્ય કામદારો ચારથી પાંચ દિવસ સુધી નોકરી પર જઈ શક્યા નહોતા અને મજબૂરન રજા પાડવી પડી હતી. આ કામદારોને આ વરસાદના કારણે થયેલ પાણીના ભરાવ અને પૂરના પરિણામે તેમના ઘરોમાં જે પાણી ભરાઈ ગયું હતું તેથી તેઓ લાચારીથી નોકરી પર જઈ શક્યા નહોતા.
આ પરિસ્થિતિમાં એક તરફ કામદારોને તેમની ઘરવખરીનું નુકસાન થયેલું છે અને સાથે સાથે જે ચારથી પાંચ દિવસ તેઓ કામ પર નથી ગયા તે દિવસોનો પગાર કપાઈ જવાનો ભય પણ તેમને સતાવી રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાના સામાન્ય ગરીબ કામદારો આજે જે રીતે લાચાર થયા છે આ પરિસ્થિતિને જોતા અમે વડોદરાના તમામ કેન્દ્રીય કામદાર યુનિયનો અને સ્થાનિક કામદાર યુનિયનો સંયુક્ત રીતે માંગણી કરીએ છીએ.
૧) પૂરના કારણે જે કામદારો મજબૂર અને લાચાર થઈને ચાર અથવા પાંચ દિવસ કંપનીઓમાં ગેરહાજર રહ્યા હોય તેઓની ખાસ હાજરી ગણીને જે તે દિવસોનું વેતન આપવા માટે ફેક્ટરી માલિકોને સૂચન કરવામાં આવે
૨) જે કામદારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીઓનુ મોટા પાયે નુકસાન થયું છે તેઓને ઓછામાં ઓછી ઘર દીઠ 10000 રૂપિયા સહાય આપવામાં આવે.
૩) આ પ્રકારનું પૂર ફરીથી વડોદરા શહેરમાં ના આવે અને લોકોને આવી ભયાનક તારાજીનો સામનો ના કરવો પડે તે માટે લાંબા ગાળાના નક્કર પગલા ભરવામાં આવે.
૪) જે કોઈપણની ગેરરીતી અને ભ્રષ્ટાચાર ના કારણે વિશ્વામિત્રી નદીનાના કોતરો, નદીના પટ તથા વડોદરા શહેરના કાંસો તથા તળાવને વિવિધ જગ્યાઓથી દબાણ કરવામાં આવેલ છે અને જેના પરિણામે આવા ભયંકર પૂર અને તરાજી નો સામનો વડોદરા વાસીઓને કરવો પડ્યો છે તે તે બાબતે ન્યાયિક સમિતિની રચના કરી તપાસ હાથ ધરવામાં આવે અને દોષીતોને કડકમાં કડક સજા કરવામાં આવે.
સંયુક્ત કામદાર સમિતિ &
સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ.
નરેદ્ર રાવત
અધ્યક્ષ, ઇન્ટુક વડોદરા.