ગાંધીનગર, ગુજરાત
આજરોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કેન્દ્રિય બજેટ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષશ્રી **જગદીશભાઇ વિશ્વકર્મા**ની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના મંત્રીશ્રીઓ, નામાંકિત ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગકારો, બિઝનેસમેન, અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, તબીબો તથા સમાજના શ્રેષ્ઠીઓએ કેન્દ્રિય બજેટનું સામૂહિક રીતે જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી **રત્નાકરજી**ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે આદરણીય વડાપ્રધાનશ્રી **નરેન્દ્રભાઇ મોદી**ના નેતૃત્વ હેઠળ કેન્દ્રિય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટનું સામૂહિક નિહાળણ કરવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, આ બજેટ ભારતના સર્વાંગી વિકાસ માટેનો સ્પષ્ટ રોડમેપ છે. ગરીબ, યુવા, અન્નદાતા તથા નારીશક્તિને સશક્ત બનાવતું આ બજેટ દેશના આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપનારું સાબિત થશે.
બજેટની રજૂઆત બાદ ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ અને શિક્ષણવિદોએ બજેટને સમાજના દરેક વર્ગ — યુવા, મહિલા, ખેડૂત તથા ગરીબો માટે કલ્યાણકારી ગણાવ્યું હતું. વિશ્વની વર્તમાન પરિસ્થિતિમાં ભારતને મજબૂત આર્થિક વિકાસ તરફ દોરી જનારું આ બજેટ “વિકસિત ભારત”ના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા સાથે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, રાજ્ય મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી પ્રવિણભાઇ માળી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રીશ્રી ડો. પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તાશ્રી ડો. અનિલભાઇ પટેલ તેમજ કેન્દ્રિય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઇ વકીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વનરાજ રાવલ | ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ


6 Comments
qq88 là nhà cái uy tín số 1 vn mang đến kho game ấn tượng cùng hàn ngàn ưu đãi hấp dẫn
Wow, marvelous blog layout! How long have you been blogging for?
you make blogging look easy. The overall look of your website is fantastic, let alone the content!
Hey, you used to write wonderful, but the last few posts have been kinda boring… I miss your tremendous writings. Past few posts are just a little out of track! come on!
Would you be considering exchanging hyperlinks?
Real good visual appeal on this website , I’d rate it 10 10.
2hgk2n