પંચમહાલ/મહીસાગર/દાહોદ
આજરોજ સંતરાપુર તાલુકાના ટીંભરવા ખાતે MMGSY 2025–26 યોજના અંતર્ગત અંદાજીત રકમ રૂ. 1 કરોડ 88 લાખ 93 હજારના ખર્ચે મેઇન રોડથી ગાંધી આશ્રમ સ્કૂલ રોડ સુધીના મહત્વના માર્ગ વિકાસ કામનું ભવ્ય ખાતમુહૂર્ત યોજાયું।


આ વિકાસ પ્રોજેક્ટનો શુભ પ્રારંભ વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા।
સરપંચ કાન્તિભાઈ, યુવા નેતા સચિન શાહ તથા અન્ય સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ઉર્જાવાન બનાવ્યો હતો।
સ્થાનિક લોકોમાં આશા વ્યક્ત થઈ છે કે આ રોડ પૂર્ણ થતા સંપર્ક સુવિધામાં મોટા પાયે સુધારો થશે અને વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ગામને લાભ મળશે।
રિપોર્ટર: વનરાજ રાવલ
સંવાદદાતા: પંચમહાલ – મહીસાગર – દાહોદ

