અમદાવાદ “સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત” સંસ્થા દ્વારા • “તારીખ : 14-12-2024, શનિવારે – સાંજે 6.30 થી 9.00 કલાકે • સ્થળ : પકવાન હોટેલ બ્રિજ નીચે, એસ.જી. હાઇવે, જજીસ બંગલો ચાર રસ્તા, બોડકદેવ, અમદાવાદ ખાતે #JusticeForAtulSubhash “અતુલ સુભાષ”ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને #AbolishBiasedLaws-498a (કાળા કાયદા નાબૂદ કરો-498ક) કાયદામાં સુધારો લાવવા માટેની ન્યાયની લડત માટે #CandleMarch (પકવાન બ્રિજ થી જજીસ બંગલો ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ-રેલી) યોજીને અને “#2MinutesSilence #MartyrsOfMarriage (લગ્નના શહીદો માટે બે મિનિટ્સનું મૌન) પાળીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો. તેમજ માનવ અધિકારના મુદ્દા પર સમાજમાં એકતા, સહાનુભૂતિ લાવવા અને દેશમાં પક્ષપાતી કાયદાનો ભોગ બનેલા સેંકડો પુરુષો-શહીદોની યાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું
.હાલમાં 498-ક અને ઘરેલુ હિંસાના કોર્ટ કેસોમાં કાયદાના દુરુપયોગ અંગે ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ ઘણા મહત્વના ચુકાદાઓ-નિર્ણયો કરેલ છે. તેમજ NCRBની માહિતી મુજબ દર વર્ષે 1,22,724 જેટલા પુરુષો આત્મહત્યા કરવા મજબુર બનેલ છે. જે સ્પષ્ટ સૂચિત કરે છે કે, હાલના આધુનિક યુગમાં મહિલાઓ કરતાં પુરુષોની હાલત ખુબ જ દયનીય છે. આવા કાળા કાયદોને કારણે સેંકડો નિર્દોષ પુરુષો અને તેમના કુટુંબીજનોને પ્રતાડિત થતા રોકવા તે સરકારની ફરજમાં આવે છે. આમ, દેશમાં પક્ષપાતી કાયદોઓમાં સુધારો કરી લિંગ તટસ્થ કાયદા બનાવવા તે આજનાં સમયની મહત્વની જરૂરિયાત છે.આ ઉપરાંત અમારા કાર્યક્રમના માધ્યમથી આપણા દેશમાં વુમન કમિશન, એનિમલ કમિશન, ટ્રી કમિશન વગેરે કમિશનની જેમ – માનવ અધિકારના યોગ્ય જતન ખાતર પુરુષો માટે પણ “Men’s Commission (પુરુષ આયોગ)” બનાવવામાં આવે તેવી અમારી સંસ્થાની સરકાર પાસે ખાસ માંગણી છે.આ કાર્યક્રમમાં સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકો (74 જેટલાં) ભાગ લીધેલ. આવા માનવતાવાદી સામાજિક કાર્યક્રમમાં અમને જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ-સહકાર મળેલ, જે બદલ સંસ્થા તેઓનો હૃદયથી આભાર માને છે અને ભવિષ્યમાં પણ આવો સકારત્મક સાથ-સહકાર મળશે તેવી આશા રાખે છે.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
1 Comment
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.