અમદાવાદ,મહીસાગર,ભરૂચ,નર્મદા,વડોદરા,ગુજરાત
મહીસાગર જિલ્લાના કલેકટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી વિવાદમાં છે. તેઓનો એક વિડિયો ગુજરાતમાં અને દેશમાં ખૂબ વાયરલ થયેલ છે, જેમાં તેઓ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી એક દલિત યુવાનને “ચપ્પલ ખોલ કે મારને જૈસા હૈ, હરામી સાલા” એવું કહેતા સંભળાય છે. આવું કોઈપણ વ્યકિતને જાહેરમાં કહેવું એ હકીકતમાં ગુનો બને છે. તેઓ વધુમાં એવું કહેતા સંભળાય છે કે, “90 ટકા એટ્રીસિટીના કેસો દલિતો અને આદિવાસીઓ બ્લેકમેઇલ માટે કરતા હોય છે”. નેહા કુમારીએ આવા શબ્દોનો પ્રયોગ કરીને એટ્રીસીટી એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો આચરેલ છે.
આ મુદ્દે, હું અને વાંસદના MLA અનંત પટેલ અને લુણાવાડાના સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ગઈકાલે 26 નવેમ્બરના રોજ મહિસાગર કલેકટર નેહા કુમારીને મળવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોઈ કલેકટર કક્ષાની વ્યકિત આદિવાસીઓ અને દલિતો 90 ટકા કેસો બ્લેકમેઇલ માટે કરે છે એવું કહે તો સ્વભાવિક રીતે એમની પાસે એનો કોઈ આધાર હોવો જોઈએ. આ કયા આધારે તેઓએ આવું નિવેદન તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી કહેલું એ બાબતે પૂછવા અમો 26 નવેમ્બરે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ગયા હતા. પણ એક કલાક સુધી અમોને બેસાડી રાખેલા અને મળવાનો સમય આપ્યો નહોતો. મારા મામલતદારને મળી લેજો એવો મેસેજ પોતાના PA મારફતે મોકલી આપેલો, જે બિલકુલ અયોગ્ય છે.
ત્યારબાદ, અમોએ ખૂબ રાહ જોઈ હતી, પરંતુ તેઓએ અંદાજે એક કલાક સુધી મળવાનો સમય આપ્યો નહોતો. છેવટે અમારે ત્યાંથી લોકોનાં સવાલોની રજૂઆતો કરવાને બદલે ચાલ્યા જવું પડ્યું હતું. તેઓએ એ જાણવાની પણ તસ્દી લીધી નહોતી કે અમો શેની રજૂઆત માટે આવ્યા હતા. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જે અધિકારી પાસે ત્રણ ત્રણ ચુંટાયેલા ધારાસભ્યોને મળવાનો સમય ના હોય એ ગરીબ આદિવાસીઓ અને દલિતો સાથે શું વર્તન કરતાં હશે!! અમોને તેઓની ગેરવર્તણૂકની બીજી પણ ફરિયાદો મળેલ છે કે તેઓ આદિવાસી સમાજના અરજદારોની અરજીઓ ફેંકી દે છે અને પોતાની ચેમ્બરમાંથી અરજદારોને બહાર કાઢી મૂકે છે.
23 ઓકટોબરના દિવસે દલિત અને આદિવાસી સમાજ માટે કરેલ શબ્દોનો પ્રયોગ, અગાઉની એક કર્મચારી તરીકેની રીતભાત, દલિતો આદિવાસીઓ માટે કરેલી ટિપ્પણીઓ અને અમોને મળવાનો સમય પણ નહિ આપવો વગેરે ધ્યાને લઇ તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ, અમોને મળવાનો સમય નહિ આપીને ધારાસભ્ય તરીકેના અમારા પ્રોટોકોલનો તેઓએ જે ભંગ કર્યો છે એ બદલ પણ તેઓની સામે ખાતાકીય તપાસના પગલાં ભરવામાં આવે એવી અમારી માંગ છે. કોઈપણ અધિકારીએ સમય કાઢીને લોકોના ચુંટાયેલા જનપ્રતિનિધિને મળવું જ પડે, એની સમજ ફરી એકવાર અધિકારીઓને તમારી કક્ષાએથી આપવામાં આવે એવી અમારી માંગ છે.
5 Comments
Petek yenileme Petek temizliğinde Ümraniyede en iyi firmalardan biri Ekip Tesisat. http://www.thehouseloanexpert.com/question/umraniye-petek-temizligi-24-saat/
Kadıköy su kaçağı tespiti Ekip çok deneyimli ve kibar, su kaçağı sorunumu hemen anladılar. https://www.modern-constructions.org/ustaelektrikci
Ümraniye petek su kalitesi Ümraniyede petek temizliği için hızlı ve uygun fiyatlı bir firma arıyorsanız Ekip Tesisatı öneririm. https://www.bseo-agency.com/blogs/46116/%C3%9Cmraniye-Petek-Temizli%C4%9Fi
Ümraniye petek dezenfeksiyon Petek temizliği hizmetinden çok memnun kaldık. Ümraniyede Ekip Tesisatı kesinlikle öneririm. https://binar10s.com/question/umraniye-petek-temizligi/
BWER Company is committed to advancing Iraq’s industrial sector with premium weighbridge systems, tailored designs, and cutting-edge technology to meet the most demanding applications.