અમદાવાદ/સુરત/ગુજરાત
આપ’ના રાજા વર્ષ – 2024 અંતર્ગત ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત ગણેશોત્સવમાં આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા કિરણ ચોક, પુણાગામ ખાતે વિધિવત રીતે ભગવાન શ્રી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. આ સુખદ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, પ્રદેશ અને શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા, વિરોધ પક્ષના ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિરોધ પક્ષના દંડક રચનાબેન હિરપરા, સૂરત લોકસભા પ્રમુખ રજનીકાંતભાઈ વાઘાણી સહીત કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યાં હતાં. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ ગણેશ પંડાલમાં રોજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જેનો લાભ લેવા તમામ શહેરીજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છ.
આમ આદમી પાર્ટીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આપ’ના રાજા-ગણેશ મહોત્સવનું આયોજન કર્યું. તમામ પદાધિકારીઓને કાર્યકર્તાઓએ સવારે ભગવાન ગણપતિની વિધિવત પૂજા અર્ચના કરી અને આરતી ઉતારી. ત્યારબાદ હાજર તમામ લોકોએ ગુજરાત સહિત સમગ્ર દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી અને ત્યારબાદ પ્રસાદ વહેંચવામાં આવ્યો. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહી છે અને આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતીથી આગળ વધી રહી છે તો આ લડાઈમાં આમ આદમી પાર્ટીને વધુને વધુ શક્તિ મળે તે માટે ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવામાં આવી.