અખબારી યાદી
તા. ૧૧–૯–૨૦૨૪
વડોદરા મહાનગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી અને લાપરવાહીના લીધે શહેરની વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું તથા પૂર ને લીધે ભારેખમ પારાવાર નુકશાન થયેલ છે. જેના લીધે વડોદરા વાસીઓ તબાહ થઈ ગયા છે. આ પૂરને લીધે લાખો-કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે. સરકાર સર્જીત પુર છે આ એક વખત નહી પણ બે વખત પુર આવ્યું જેના લીધે સમગ્ર વડોદરા શહેરમાં ભારે તારાજી થઈ.
પૂરતી ચેતવણીઓ અને આગાહીઓ હોવા છતાં, વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને તૈયારી ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. જળાશયો સમયસર ખાલી કરવામાં આવ્યા ન હતા, અને ડ્રેનેજ સિસ્ટમ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી, જેના પરિણામે અભૂતપૂર્વ પૂર આવ્યું હતું. આ વહીવટી નિષ્ફળતા અને બેદરકારીનો સ્પષ્ટ કિસ્સો છે.
વડોદરાની જનતાને થયેલ ભારે નુકસાનની ભરપાઈ યોગ્ય રીતે થાય તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા જનઆક્રોશ રેલીને સયાજીનગર ગૃહશ્રી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે બપોરે 2-00 કલાકે યોજાશે.
‘જનઆક્રોશ રેલી’” માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ, ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રામકિશન ઓઝા અને શ્રી ઉષા નાયડુજી સહિત પ્રદેશના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે. આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાશે અને અસરગ્રસ્ત વડોદરા વાસીઓને ન્યાય મળે તેવી માંગ કરશે.
—————————————————————————————-
કોંગ્રેસ પક્ષના સંગઠન માટેની મહત્વની બેઠક તા. 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતની આણંદ ખાતે અને ઉત્તર ગુજરાતની મહેસાણા ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાંમત્રી અને સાંસદ-કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે, તા. 13મી સપ્ટેમ્બરના રોજ મધ્ય ઝોનની આણંદ ખાતે યોજાનાર બેઠકમાં છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડા અને આણંદ જિલ્લાના ચુનંદા આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
તા. 14મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતની મહેસાણા ખાતેની બેઠકમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાના ચુનંદા આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની મહત્વની સંગઠન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રામકિશન ઓઝા, શ્રી ઉષા નાયડુ તથા વરિષ્ઠ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી સંગઠનલક્ષી માર્ગદર્શન આપશે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
2 Comments
My brother suggested I might like this blog He was totally right This post actually made my day You can not imagine simply how much time I had spent for this info Thanks
he blog was how do i say it… relevant, finally something that helped me. Thanks