નવી દિલ્હીઃ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ઈડીએ તેને 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ પહેલા રવિવારે ઈડીએ જેકલીન ફર્નાન્ડિઝને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા રોકી લીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીએ તેને કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય વિુદ્ધ ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં સામેલ થવાની સંભાવનાને કારણે એરપોર્ટ પર રોકવામાં આવી છે. જાણવા મળ્યું કે જેકલીન દુબઈ કે મસ્કટ જઈ રહી હતી અને તેને રોકી લીધા બાદ તે એરપોર્ટથી પરત જતી રહી હતી.
ઉલ્લેખનીય છે કે ઈડીએ ચંદ્રશેખર અને તેની અભિનેત્રી પત્ની લીના મારિયા પોલ વિરુદ્ધ 200 કરોડ રૂપિયાથી વધુના મની લોન્ડ્રિંગના મામલાની તપાસના સિલસિલામાં જેકલીનની પૂછપરછ કરી હતી. એજન્સીએ શનિવારે આ મામલામાં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટની સમક્ષ આરોપ પત્ર દાખલ કર્યું અને તેમાં ચંદ્રશેખર, તેની પત્ની અને છ અન્યને નામાંકિત કરવામાં આવ્યા છે.
ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચંદ્રશેખરે અભિનેત્રીને ઘણી મોંઘી ભેટ આપી હતી. ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા કેટલાક પ્રભાવશાળી લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
2 Comments
fuvwad
Insightful and well-written! Your points are thought-provoking. For those wanting to learn more about this topic, here’s a great resource: FIND OUT MORE. Interested in hearing everyone’s perspective!