કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રોની કામગીરીના મૂલ્યાંકનના આધારે ૯ ડીડીઆરસી કેન્દ્રોનું આદર્શ ડીડીઆરસી તરીકે નવીનીકરણ (અપગ્રેડેશન)કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતમાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ. વિરેન્દ્ર કુમાર ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જોડાયેલ એક બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો રાકેશ, જોશી,ADMS ડૉ. રજનીશ પટેલ અને DDRC ના ઇન્ચાર્જ શ્રી હેમંત પટેલ આ બેઠકમાં સહભાગી બન્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વર્ષ 2001 થી જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર કાર્યરત છે.ડીડીઆરસી અમદાવાદ કેન્દ્ર દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં જુદી જુદી વિકલાંગતા ધરાવતા લગભગ ૫૧૧૦ દિવ્યાંગોને જુદી જુદી સેવાઓ આપવામાં આવી જેવી કે સાધન સહાય ( ટ્રાયસિકલ, વ્હીલચેર, કાનના મશીન, વોકર વગેરે), યુડીઆઇડી રજીસ્ટ્રેશન તથા અન્ય પુનર્વસનની સેવાઓ નો લાભ આપવામાં આવ્યો જેનો અંદાજિત આશરે દસ લાખ ખર્ચ ભારત સરકારની ગ્રાન્ટ દ્વારા કરવામાં આવ્યો.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
1 Comment
Great mix of humor and insight! For more, click here: READ MORE. Let’s discuss!