સેટેલાઇટની મહિલાને ધમકાવી 89 લાખ પડાવનાર શખ્સ મુંબઇથી ઝડપાયો
ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગનો એક આરોપી ઝડપાયો છે. જેણે નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેડની ધમકી આપી પૈસા પડાવતા હતા. આ રેકેટ દિલ્હીથી ચાલતુ હતું.
એક મહિલાને નોકરી ડોટ કોમ વેબસાઈટ પર ઓનલાઇન જોબ માટે એપ્લાય કરવું ભારે પડ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય મહિલાએ જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યું હતું. એપ્રિલ 2022એ મહિલાને રાજીવ નામના શખ્સનો ફોન આવ્યો હતો. જેણે કહ્યું હતું કે, નોકરીની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે તેમ કહેતાં મહિલાએ ના પાડી હતી. જેથી રાજીવ નામના શખ્સે કહ્યું હતું કે, તમારી જોબ માટે અમારી કંપની પૈસા ભરી દેશે. નોકરીનો ઓર્ડર આવે ત્યારે તમે આપી દેજો. જેથી તેમણે હા પાડી દીધી હતી. ત્યારે થોડા સમય બાદ દીપાલીબેન પર એક ફોન આવ્યો હતો અને ઇન્કમટેક્ષ અધિકારીની ઓળખ આપીને કહ્યું હતું કે, તમારા નામથી કોઈ કંપનીએ 4.30 કરોડનો ચેક તથા 1.80 લાખનો ચેક આપેલ છે, જે આતંકવાદીઓના ખાતામાંથી આવેલ હોય જેથી તમારી પૂછતાછ માટે દિલ્હી આવું પડશે અને જો હાજર નહીં થાવ તો તમારી ધરપકડ થશે. આમ કરીને મહિલાને ડરાવીને આ કેસમાં બહાર નીકળવાનું કહી 89 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે દિલ્હીની ગેંગના એક સાગરીતની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રીતેશ ઉર્ફે લાલુ મિસ્ત્રીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીએ ભોગ બનનાર મહિલાને કેસમાંથી બહાર કાઢવા વિશ્વાસ અપાવી પોતે વચેટીયો બન્યો હતો. કારણકે કોઈને શંકા ન જાય તે માટે ગુજરાતી યુવક જ ભોગ બનાર મહિલા સાથે વાતચીત કરતો હતો. જેથી આરોપી પ્રીતેશએ ઠગાઇના પૈસા પણ પોતાના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. જેના બદલે 5 લાખ રૂપિયા મળ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, આ ગેંગનો મુખ્ય આરોપી અને આરોપી પ્રીતેશ મુંબઈની એક જ ચાલીમાં સાથે રહેતા હતા.
પકડાયેલ આરોપી પ્રીતેશ મિસ્ત્રીના 3 મોબાઇલ ફોન પોલીસે કબ્જે લીધા છે, જેની પૂછપરછમાં સામે આવ્યું કે, નોકરીના નામે ઇડી અને ઇન્કમટેક્ષ અધિકારીની ખોટી ઓળખ આપી દિલ્હીની ગેંગ દ્વારા ઠગાઇનું નેટવર્ક ચલાવામાં આવે છે. જેમાં અનેક લોકો ભોગ બન્યા છે. સાયબર ક્રાઇમ દ્વારા મુખ્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
1 Comment
This article is a gem! The insights provided are very valuable. For additional information, check out: DISCOVER MORE. Looking forward to the discussion!