શું ઓડિશાના ‘સુપર ૩૦’ અજય બહાદુર સિંહ વિષે જાણો છો?…તો જાણો રસપ્રદ વાતો…
બિહારના આનંદની માફક ગરીબ બાળકોને ભણાવીને એન્જીનિયર બનવા માટે કાબિલ બનાવનાર ‘સુપર ૩૦’ ને આખો દેશ ઓળખે છે. આનંદે સુપર ૩૦ નો પાયો બિહારના પૂર્વ ડીજીપી અભ્યાનંદ સાથે નાખ્યો હતો. અભ્યાનંદ અને આનંદના પહેલાં ખોલવામાં આવેલી સંસ્થાની માફક દેશમાં બીજી ઘણી સંસ્થાઓ છે, જે ગરીબ બાળકોને પરીક્ષાની તૈયારી કરાવે છે. તો જાણો એક સંસ્થા અને તેને શરૂ કરનાર વ્યક્તિ વિશે.
‘સુપર ૩૦’ થી પ્રેરિત એક પહેલની શરૂઆત ઓડિશામાં પણ થઇ છે. પરંતુ તેમાં એન્જીનિયરોના બદલે મેડિકલની તૈયારી કરાવવામાં આવે છે. ‘જિંદગી’ નામની આ પહેલ આર્થિક રૂપની નબળા વર્ગના બાળકોના સપનાને પાંખો આપી રહી છે. એક બિન સરકારી સંગઠન દ્રારા સંચાલિત આ કાર્યક્રમ અંતગર્ત નીટની તૈયારી કરાવવા માટે શાકભાજી વેચનારા, માછીમાર અને ગરીબ ખેડૂત જેવા સમાજના બાળકોને પસંદ કરવામાં આવે છે.
આ પહેલને શરૂ કરવા પાછળ જે વ્યક્તિ છે, તેનું નામ છે અજય બહાદુર સિંહ. જેમણે પોતાના પરિવારની આર્થિક તંગીના કારણે પોતાનો મેડિકલનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો. પરિવારનું પેટ ભરવા માટે ચા અને શરબત વેચવો પડ્યો હતો. અજય બહાદુરના પ્રયત્નથી ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આર્થિક રીતે નબળા ગરીબ પરિવારના હોશિયાર વિદ્યાર્થીઓને મેડિકલની તૈયારી કરાવી રહ્યા છે. જેમાં છોકરા છોકરીઓ સામેલ છે. આ દરમિયાન તેમણે અભ્યાસની સાથે સાથે મફત ભોજન, રહેવાની સુવિધા અને અન્ય તમામ સુવિધાઓ આપવામાં આવે છે.
અજય સિંહે કહ્યું કે ‘જિંદગી’ ને શરૂ કરવાની પ્રેરણા તેમને પોતાના જીવનમાંથી મળી છે. તેમણે ૨૦૧૬ માં ગરીબ બાળકોની મદદ માટે ‘જિંદગી ફાઉન્ડેશન’ ની શરૂઆત કરી હતી. ૨૦૧૮ માં તેમના ૧૪ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા પાસ કરી લીધી અને ૧૨ ને ઓડિશાની મેડિકલ કોલેજાેમાં એડમિશન મળી ગયું. આ વર્ષે ૨૦ વિદ્યાર્થીઓએ મેડિકલ એન્ટ્રેસ એક્ઝામ નીટ પાસ કરી છે. જે મજૂર, પેંટર અને ટિફિન વિક્રેતા જેવા પરિવારમાંથી આવે છે. તે અજય બહાદુર સિંહ દ્વારા સ્થાપિત એક બિન સરકારી સંગઠન જિંદગી ફાઉન્ડેશન દ્રારા સંચાલિત એક મફત કોચિંગ કાર્યક્રમનો ભાગ હતા.
જેમણે બાળપણમાં મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે કહ્યું કે તેમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. સુપર ૩૦ના સંસ્થાપક આનંદ કુમારને પોતાના પ્રેરણાસ્ત્રોત માનનાર જિંદગી ફાઉન્ડેશનના સંસ્થાપક અજય બહાદુર સિંહે કહ્યું કે તે આ બધુ તે ગરીબ બાળકોને તેમના સપના પુરા કરવામાં મદદ કરવા માટે કરે છે. તે પોતાના સપનાને તે બાળકો દ્રારા પુરા કરવા માંગે છે. તેમણે કહ્યું કે સંઘર્ષ છતાં શિક્ષણ સાથે જાેડાયેલા રહેવાની તેમની ઇચ્છાએ તેમને અહીં સુધી પહોંડ્યા છે
1 Comment
Your humor added a lot to this topic! For additional info, click here: FIND OUT MORE. What do you think?