નવી દિલ્હીઃ વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) ના લગ્ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે આ બંનેના ફેન્સ તેમના લગ્નની દરેક માહિતી જાણવા માંગે છે. આવી સ્થિતિમાં અમે તેમને આ બંને સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો. લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે લોન પણ લે છે, પરંતુ એક્ટર અને એક્ટ્રેસને આ લગ્નથી ભારે નપો થવાની અપેક્ષા છે.
7 થી 9 ડિસેમ્બર સુધી ચાલશે ફંકશન
વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) ભલે તેમના લગ્નની જાણકારી લોકો સામે આવ્યા બાદથી પરેશાન અને આશ્ચર્યચકિત છે અને તેઓ તમામ પ્રયાસ કરી રહ્યા છે કે આ લગ્ન કોઈપણ અવરોધ વગર પૂર્ણ થઈ જાય. આવી સ્થિતિમાં બંને મુંબઇથી દૂર 7 થી 9 ડિસેમ્બર વચ્ચે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન ત્યાં સુરક્ષાનો પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નિક પ્રિયંકાએ મેગેઝીન સાથે મિલાવ્યો હતો હાથ
આ લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્ન છે અને મીડિયાથી લઈને ફેન્સ સુધી દરેક વ્યક્તિ તેના વિશે દરેક માહિતી મેળવવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં જ્યાં થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) તેના લગ્નના ફોટા અને વીડિયો એક મોટા મેગેઝિન સાથે હાથ મિલાવ્યો છે અને તેઓ તેમના લગ્નની તસવીરો આપશે. જો કે આ અગાઉ નિક જોનાસ (Nick Jonas) અને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ કહ્યું હતું. જો કે, આમાં કેટલું સત્ય છે તે તો આવનારા દિવસમાં ખબર પડશે.
શું વિકી-કેટરિના કરશે 100 કરોડની ડીલ?
વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) તેમના લગ્નની, મહેમાનોની અને ફંક્શન્સની સંપૂર્ણ ગુપ્તતા જાળવી રાખી છે, જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના અને વિકીને તેમના લગ્નના ફૂટેજ રિલીઝ કરવા માટે OTT પ્લેટફોર્મ દ્વારા 100 કરોડની ઓફર કરવામાં આવી છે. અમારી પાર્ટનર વેબસાઈટ બોલીવૂડ લાઈફના સમાચાર મુજબ, આ કપલને આ લગ્નથી ઘણા પૈસા મળી શકે છે.
દંપતીએ કરી નથી પુષ્ટિ
વિકી-કેટરિના (Katrina Vicky Wedding) એ પણ આ લગ્નને ખાનગી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. હજુ સુધી બંને તરફથી લગ્નની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ લગ્નના વીડિયો-ફોટો લીક ન થાય તે માટે પણ કપલે પુરી વ્યવસ્થા કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે જો વિકી કૌશલ અને કેટરિના કૈફ તેનો સ્વીકાર કરશે તો તેમના લગ્નને OTT પ્લેટફોર્મ પર ફીચર ફિલ્મની જેમ બતાવવામાં આવશે.
1 Comment
Your humor made this topic so engaging! For further reading, click here: DISCOVER MORE. Looking forward to the discussion!