પોલિસના એક અધિકારીએ જણાવ્યું કે સીઆરપીએફ સાથે મળીને જમ્મુ-કાશ્મીર પોલિસે શ્રીનગરના લાલ ચોક અને સરાયબલમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. બજારમાં હાજર સ્થાનિક રહીશો, રસ્તાઓ પરથી પસાર થતા વાહનો અને રાહદારીઓના ઓળખ પત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે.
શ્રીનગર. દક્ષિણ કાશ્મીર (South Kashmir)ના કુલગામના ચવલગામ (Chawalgam) વિસ્તારમાં ફરી એક વખત સુરક્ષા દળો (Security Forces) અને આતંકીઓ (Terrorist) વચ્ચે અથડામણ (Encounter)ના સમાચાર છે. અત્યારસુધી આ વાતની જાણકારી નથી મળી શકી કે સુરક્ષા દળોએ કેટલા આતંકવાદીઓને ઘેર્યા છે. જણાવી દઈએ કે ગુરુવારે પણ ચવલગામમાં થયેલી આતંકી અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં ગોળા બારુદ અને એકે 47 રાયફલ જપ્ત કરી હતી.
જમ્મુ કાશ્મીર પોલિસના જણાવ્યા મુજબ ચવલગામમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. કેટલાક રહેણાંક કોમ્પ્લેક્સ ખાલી કરીને ઓળખ પણ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે ગુરુવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એકની ઓળખ થઈ ગઈ છે. એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી મુજાહિદ્દીન ગજવતુલ હિંદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો.
પોલિસના એક અધિકારીએ જણાવ્યું કે સીઆરપીએફ સાથે મળીને જમ્મુ-કાશ્મીર પોલિસે શ્રીનગરના લાલ ચોક અને સરાયબલમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. આ અભિયાન આસપાસના કેટલાય વિસ્તારોમાં ચાલુ કરવામાં આવ્યું છે. પોલિસ દુકાનોમાં જઈને ત્યાં કામ કરનારા લોકો વિશે પણ જાણકારી મેળવી રહી છે. તપાસ દરમિયાન બજારમાં હાજર સ્થાનિક રહીશો, રસ્તાઓ પરથી પસાર થતા વાહનો અને રાહદારીઓના ઓળખ પત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 138 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 138 આતંકવાદીઓને ઠાર કર્યા છે. તો 55 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, રાજ્યમાં સામાન્ય લોકો પર આતંકવાદી હુમલામાં વધારો થયો છે તેને જોતા સીમા સુરક્ષા દળ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે ખીણમાં વધારાના જવાનો મોકલવાનો નિર્ણય લીધો છે. BSFના 2500 અને CRPFના 3000 જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવશે. CRPFનું કહેવું છે કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં જે રીતે સામાન્ય લોકો પર આતંકવાદી હુમલા વધ્યા છે, તેને રોકવા માટે નવી વ્યૂહરચના હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર વધુ સૈનિકોની તૈનાતી પણ તેનો એક ભાગ છે.