શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, ગુજરાત
પૂજ્ય સંતોનાં ચરણોમાં કોટી કોટી વંદન
શ્રી સનાતન ધર્મની રક્ષા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ તેમજ એની પેટા સમિતિની રચના માટે ગત તારીખ ૨૧/૯/૨૦૨૩ નાં રોજ શ્રી ગોરક્ષનાથ આશ્રમ જૂનાગઢ ખાતે મળેલાં પૂજ્ય સંતોનાં સંમેલનમાં હું હાજર હતો એ કાર્યક્રમમાં આપ સૌ સંતો મહંતોને મેં સાંભળ્યા જેમાં સનાતન ધર્મની રક્ષા વિશેની ઘણી બાબતો આપનાં મુખે સાંભળવા મળી સનાતન ધર્મની રક્ષા માટે આપનાં પ્રયત્નો બાબતે આભાર વ્યક્ત કરી સનાતન ધર્મ માટે નુકસાનકર્તા એક ખુબજ ગંભીર બાબત આપની સમક્ષ મૂકી રહ્યો છું
અમદાવાદ શહેરનાં સુપ્રસિધ્ધ શ્રી જગન્નાથ મંદિરની બહેરામપુરા વિસ્તારમાં આવેલી જમીન માંથી અમુક જમીન ૨૦૧૮ માં બજાર ભાવ કરતાં પંદર વીસ ટકા એટલે કે મફતના ભાવે બંધ બારણે મુસ્લિમને પધરાવી દેવામાં આવી છે આ બાબતે અવાર નવાર અખબારો તેમજ ટીવી ચેનલોમાં સમાચારો પ્રસિદ્ધ થયાં છે આ બાબત કદાચ આપનાં ધ્યાનમાં નહીં હોય એટલે આનો ઉલ્લેખ આપનાં પ્રવચનોમાં નહીં થયો હોય એવું માનીને ચાલું છું શ્રી જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા મુસ્લિમ સાથે કરવામાં આવેલ સોદાનાં તમાંમ પુરાવા મારી પાસે છે આપને જોઈતા હોયતો નીચે જણાવેલ નંબર ઉપર માંરો સંપર્ક કરવાં નમ્ર વિનંતી છે
આપ સૌ પરમ પૂજ્ય સંતો એ બાબતથી સુપેરે પરિચિત છો જ કે પૂજ્ય સંતો તેમજ હિન્દુ સમાજનાં લોકોએ લડેલી લાંબી લડત તેમજ અનેક બલિદાનો પછી આપણે પ્રભુ શ્રીરામ ની જન્મભૂમિ પરત મેળવી શક્યા છીએ અને ત્યાં ભવ્ય રામ મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે જે સમગ્ર હિન્દુ સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે એક બાજુ આવો ગૌરવશાળી ઇતિહાસ છે અને અહીં અમદાવાદ શહેરમાં શ્રી જગન્નાથ મંદિરનાં વહીવટકર્તાઓ દ્વારા સગાં હાથે મંદિરની જમીન મુસ્લિમને પધરાવી દેવામાં આવી છે આવી ગંભીર બાબત કંઈ રીતે ચલાવી લેવાય?
શ્રી જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમ પાસેથી પરત લેવા તેમજ આ સોદા બદલ હિન્દુ સમાજની માંફી માંગવાની માંગણી સાથેનો એક જાહેર પત્ર શ્રી જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓને પાઠવવામાં આવેલ છે આ માંગણીને સમર્થન આપતાં એક લાખ હિન્દુઓની સહી સાથેનાં એક લાખ પત્રો પણ શ્રી જગન્નાથ મંદિરના વહીવટકર્તા ઓને મોકલવામાં આવશે (આ પત્ર બાબતે તારીખ – ૨૦/૯/૨૦૨૩ નાં રોજ દરેક ગુજરાતી ચેનલોમાં સમાચારો પ્રસારિત થયાં હતાં) આ લડતનાં સમર્થનમાં છે એ તમાંમ પરમ પૂજ્ય સંતો અને હિન્દુ સંગઠનોની એક બેઠકનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે જેમાં વિસ્તૃત ચર્ચા કરી આ મંદિરની જમીન મુસ્લિમ પાસેથી પરત મેળવવા માટેની લડતની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે
શ્રી જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમ પાસેથી પરત મેળવવા શ્રી રામ જન્મભૂમિ જેવું આંદોલન કરવું પડશે તો એની પણ અમારી તૈયારી છે અને જો બલિદાન આપવું પડશે તો પણ આપીશું તેમજ શ્રી જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમ પાસેથી પરત લેવા માટે અમારાથી શક્ય તમાંમ પ્રયત્નો કરીશું અને છેલ્લા શ્વાસ સુધી લડીશું
શ્રી જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને પધરાવી દેવા જેવી ગંભીર બાબતથી આપ સૌ કદાચ અજાણ હોય તો તમાંમ પરમ પૂજ્ય સંતશ્રીઓ સુધી આટલી ગંભીર બાબતની જાણકારી પહોંચાડવી એ એક હિન્દુ તરીકે મારી પવિત્ર ફરજ સમજીને આપને પત્ર લખ્યો છે મારાં આ પત્ર કે એમાંની રજૂઆતથી આપને ખોટું લાગ્યું હોય કે આપની લાગણી દુભાઈ હોય તો આપની ક્ષમા ચાહું છું …. સનાતન ધર્મની જય.
અતુલ દવે – સામાજિક કાર્યકર
Calling No.- 81609 98177
WhatsApp – 98259 26951
તા.ક. – શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિનું કાર્યાલય શરૂ ન થયું હોવાથી સોશિયલ મીડિયાનાં માધ્યમથી પત્ર લખ્યો છે જો સમિતિને અમારી લડત સનાતન ધર્મ માટે જરૂરી લાગતી હોય તો આ લડતને સમર્થન જાહેર કરવા પરમ પૂજ્ય સંતોને અમારી નમ્ર વિનંતી છે
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
1 Comment
Great read with a touch of humor! For further details, check out: READ MORE. What are your thoughts?