હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી જેમાં 15-ભાવનગર/બોટાદ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી, આ વાંધા અરજી સામે ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વવારા આજે 11 વાગ્યાં સુધીનો સમય માંગવામાં આવેલો.આજે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉમેશભાઈ મકવાણા વિરુદ્ધ વાંધા અરજી નકારી કાઢી અને 15 ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો ઉમેશ મકવાણાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને કાર્યક્રતા દ્વારા ઢોલ વગાડી આતિશબાજી કરી ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની સ્વાગત કરવામાં આવ્યુ હતું.આ તકે ઉમેશ મકવાણા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, ઉમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે હાર ભાળી ગયેલી ભાજપ સરકાર દ્વારા તંત્રનો દુરુપયોગ મારું ફોર્મ રદ કરાવવા કાવતરા કરવામાં આવ્યા હતા પરંતુ ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા મારું ફોર્મ મંજુર કરી લોકશાહીનું હનન થતું અટકાવ્યું હતું.
આ ખુશીના માહોલમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાવનગર ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા, આ તકે ઉમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મારી ભાવનગર અને બોટાદની જનતાની જીત છે અને 15-ભાવનગર લોકસભા મારી ભાવનગર અને બોટાદની જનતા ચૂંટણી લડી રહી છે અને ચોક્કસ મોટી લીડથી જીતશે એવો દાવો ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યો હતો.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
15-ભાવનગર/બોટાદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં મારું ચૂંટણી ફોર્મ રદ કરાવવા ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા
મારું ફોર્મ નામંજૂર કરવાનાં બદઈરાદા સામે મારી બોટાદ અને ભાવનગરની જનતાની આ પહેલી જીત છે,15 ભાવનગર લોકસભા મારી બોટાદ અને ભાવનગરની જનતા ચૂંટણી લડી રહી છે
1 Comment
This article had me laughing and learning! For those interested, check out: DISCOVER HERE. What’s your take?