ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે કોંગ્રેસ આરોપ કરતું હતું કે એલ.આઇ.બી (local inelegance bureau) ભાજપના નેતાઓ ને ગેરકાયદેસર માહિતી પૂરી પાડે છે અને નેતાઓ તેનો ઉપયોગ પ્રજાને ડરાવવા કરે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કથિત ઓડિયો આ આરોપોને સાબિત કરે છે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હવે કાર્યકરોને ધમકીઓ આપી રહ્યાં છે…કડીના મણીપુર ગામના કાર્યકર રાકેશ પટેલને ધમકી આપતો ઓડીયો વાયરલ થયો છે….કડી નગરપાલિકાની ચૂંટણીમાં રાકેશ પટેલના વોર્ડમાં પારસ કણિક નામના વ્યક્તિને ટિકિટ આપી હતી ત્યારે લોકોએ પારસ કણિકનો વિરોધ કર્યો હતો.અને આ બાબતે નીતીન પટેલને પણ રજૂઆત કરી હતી…હાલ પારસ કણિક કડી નગરપાલિકામાં કોર્પોરેટર છે…જેને લઈને નીતીન પટેલે રાકેશ પટેલને ફોન કરીને ધમકાવ્યો હતો…નીતીન પટેલે રાકેશને ફોન કરીને તારા બાબદાદા કે તારૂ મેં કંઈ બગાડ્યું છે?તારો નંબર અને નામ રેકોર્ડ ઉપર આવ્યો છે..…મણીપુરનો છોકરો સમજીને બોલતા નથી એટલે, મેં બધું સોપી દીધું છે? તૂં તારી મર્યાદામાં રહે તો સારૂં છે શિખામણ આપવાની જરૂર નથી તેમ જણાવી માપમાં રહેવાની ધમકી આપી હતી…અને છેલ્લે કહ્યું હતું કે તું લઠ્ઠા કુટુંબનો નથી ને 30-35 વર્ષ પહેલાનો લઠ્ઠા કુટુંબનો ઈતિહાસ કહીશ તને તો તૂં ગામમાં નહી રહી શકે..આ બધુ બંધ કર માપમાં રહો ભાઈ…….
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યુ હતુ કે જો કોઈ પૂર્વ મુખ્યમંત્રી આ પ્રમાણે એલઆઈબી પાસેથી માહિતી લઈ શકતા હોય તો અત્યારે સરકાર વિપક્ષના નેતાઓ અને વેપારીઓની આજ પ્રમાણે કોલ રેકોર્ડ મંગાવીને કેવા પ્રકારના કૌભાંડો કરતી હશે તે પણ એક તપાસનો વિષય છે. આ જ પ્રમાણે જો કોઈનું એલ આઈ બી દ્વારા રેકોર્ડિંગ કરીને માહિતી માગવામાં આવતી હોય તો તેમણે સામે આવીને સરકારને પડકાર આપવો જોઈએ. સરકારો કાયમી નથી પરંતુ હંમેશા સંવિધાન કાયમી જ રહેશે
ગુજરાત પ્રવાસી ન્યૂઝ