અખબારી યાદી તા. ૨૩/૧૧/૨૦૨૩
કોંગ્રેસ પક્ષમાં આંતરિક રજૂઆત કરવાના બદલે જાહેર માધ્યમો કે સોશિયલ મીડિયામાં પક્ષને નુકસાન થાય તેવા નિવેદન એ ગેરશિસ્ત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિના વરિષ્ઠ સભ્ય શ્રી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ટિકિટ માંગણી સંદર્ભે શ્રી તેજસ પટેલ દ્વારા લાંબા સમય બાદ સોશિયલ મીડિયામાં જે પ્રકારની ભાષા વાપરીને નિવેદન કરવાના કૃત્યથી કોંગ્રેસ પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે, જે સંપૂર્ણપણે શિસ્તભંગ હોય દિન-૧૫માં નોટિસનો લેખિત ખુલાસો કરવા જણાવેલ છે અને નોટિસના અનુસંધાને ખુલાસા પત્ર નહીં મળે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો પક્ષની આંતરિક બાબત હોય કે પક્ષના સંગઠન અંગેના સૂચનો હોય તે પક્ષને લેખિત-મૌખિક રીતે જણાવી શકે છે. પણ જાહેર માધ્યમો કે સોશિયલ મીડિયા દ્વારા પક્ષને નુકસાન થાય તેવુ કોઈ પણ નિવેદન તે ગેરશીસ્ત ગણાશે.
ડૉ.મનીષ દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
I appreciate the humor in your analysis! For those interested, here’s more: FIND OUT MORE. What do you think?