અખબારી યાદી
તા. ૨૧-૧૨-૨૦૨૩
મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સંસદ પણ અસલામત છે, ભાજપાની તાનાશાહી માનસિકતા લોકશાહી માટે ખતરારૂપ છે. દેશના મુળ પ્રશ્નો મોંઘવારી, બેરોજગારી, વધતી જતી અસમાનતા, મહિલા સુરક્ષા સહિતના અનેક મોરચે નિષ્ફળ ગયેલી ભાજપા લોકશાહીના મંદીર સંસદ ગૃહમાં પ્રશ્ન પૂછનાર સાંસદોને જવાબ આપવાને બદલે સસ્પેન્શન પકડાવીને જવાબ આપવાથી ભાગી રહી છે.
લોકશાહી પરના કલંકીત હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્યે આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે.
દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઈન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે અને ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે તા. ૨૨-૧૨-૨૦૨૩ને શુક્રવારના રોજ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનનું આહવાહન કર્યું છે.
—————————————————————-
રાજ્યવ્યાપી જિલ્લા-શહેર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શન અન્વયે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલના નેતૃત્વમાં રૂપાલી સર્કલ પાસે, લાલ દરવાજા, અમદાવાદ ખાતે બપોરે ૧૨-૦૦ કલાકે ધરણા પ્રદર્શન યોજાશે. જેમાં સ્થાનિક ધારાસભ્યશ્રી, આગેવાનો, વિવિધ સેલ-ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
2 Comments
Very informative! Your insights are highly valuable. For additional details, check out: LEARN MORE. What are everyone’s thoughts?
Your article helped me a lot, is there any more related content? Thanks!