અખબારી યાદી
તા. ૨૧-૧૨-૨૦૨૩
૧૨૦૦થી વધુ યુવાનોએ વિદ્યુત સહાયક GETCO એટલે કે વીજળી બોર્ડની પોલ ટેસ્ટ, લેખિત પરિક્ષા, ઇન્ટરવ્યુ સહિતના તમામ વિષયો પાસ કર્યા છતાં પણ તેઓને એપોઇન્ટમેન્ટ પત્ર આપવાની જગ્યા પર આખી અને આખી પરિક્ષા ફરી વખત લેવાનો નિર્ણય કર્યો, જેથી તમામ ૧૨૦૦થી વધુ યુવાનો ફરી એક વાર બેરોજગારી તરફ ધકેલાયા, જેની જવાબદાર GETCO ના અધિકારી અને ગુજરાત સરકાર પોતે છે.આ યુવાનોને હિંમત આપવા તથા ગુજરાત કોંગ્રેસ તરફથી તેઓના દુઃખના સહભાગી બનવા આજે વડોદરા GETCO ની ઓફીસ ખાતે આંદોલન પર બેઠેલા અને ગુજરાતના દરેક જિલ્લામાંથી આવેલા યુવાનોની વાતને વાચા આપવા, વડોદરા શહેર પ્રમુખ શ્રી ઋત્વિજ જોષી, પ્રદેશ પ્રવકતા શ્રી નિશાંત રાવલ, હાર્દિક અમોડિયા, અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, પ્રતાપસિંહ ચાવડા, મહેશ સોલંકી સ્થળ પર પહોંચી યુવા વર્ગ સાથે ધરણા પર બેઠા હતા, સમય વીતતાં GETCO ના જનરલ મેનેજર સાથે તેઓની કેબિન માં શ્રી ઋત્વિજ જોષી અને શ્રી નિશાંત રાવલ સહિત વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી આ યુવાનોને નોકરી આપવા ધારદાર રજૂઆત પણ કરી હતી, પરંતુ GETCO – વિદ્યુત બોર્ડના આ અધિકારી વિદ્યાર્થીઓની સમસ્યાને બેદરકાર કરી હતી, અને તેઓના ધરણા ચાલુ રહ્યા હતાવડોદરા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ હંમેશા ગુજરાતના યુવાનોના હક માટે લડાઈ આપતી રહી છે અને એક જવાબદાર વિરોધપક્ષ તરીકે હંમેશા મહિલાઓ અને યુવાનોની મુશ્કેલીઓમાં સાથ નિભાવ્યો છે:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા શ્રી નિશાંત રાવલે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી માનનીય શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા માનનીય શ્રી અમિત ચાવડા, અને કોંગ્રેસ કાર્યકર્તાઓ ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય મળ તેના માટે સડકથી લઈને વિધાનસભા સુધી સરકાર સામે ન્યાયની લડત લડવા કટિબદ્ધ છે.
(નિશાંત રાવલ)
પ્રવક્તા,
1 Comment
Wonderful insights! The way you break down the complexities is commendable. For additional information on this topic, I recommend visiting: EXPLORE FURTHER. Keen to hear more opinions from the community!