સિવિલ હોસ્પિટલ અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિષયક ઘણી બેદરકારી ચાલે છે, સિવિલ હોસ્પિટલના ટ્રોમા વિભાગમાં દીવાલ તૂટવાનો ગંભીર બનાવ બન્યો, ભાજપના મળતીયા કર્મચારીઓએ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો અને ગંભીર બાબત એ છે કે દર્દીના સગા હોસ્પિટલમાં ખબર જોવા માટે હવાતીયા મારે છે અને ગાંધીના ગુજરાતમાં અને એ પણ એશિયાની નંબર 1 કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાના રૂમમાં વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવી, આ દારૂ આવ્યો ક્યાંથી? શું કર્મચારી એ મંગાવ્યો અને મેહફી
લ કરી? આ બધી સાંઠ ગાંઠ ઉપરથી છે એ સાબિત થાય છે, સિક્યુરિટી શું કરે છે? પ્રશાશનની કામગીરી પર પ્રશ્ન ઉભો થાય છે, સુપ્રીટેન્ડન્ટ જોષી સાહેબની કાબેલિયત બતાવે છે કે કેવો વહીવટ થાય છે, એમને જર્જરિત દીવાલો દેખાતી નથી, દીવાલો આગળ પ્લાય વૂડ લગાવી કમજોર દીવાલ ઢાંકી દેવામાં આવી છે, જો કોઈ નો ભોગ લેવાયો હોત તો કોણ જવાબદાર? જોષી સાહેબનું એક જ કામ છે કે, હોસ્પિટલ કેર કમિટી ‘આપ’ વાળા એમના ખરાબ કામનો વિડિઓ કે ફોટો ના લે એ જોવાનું, સાહેબને માલુમ થાય કે જાહેર મિલકત છે સિવિલ હોસ્પિટલ કોઈની જાગીર નથી કે ખોટુ કે ખરાબના બતાવી શકાય, દારૂ આવી શકે પણ કોઈ કેમેરો ના આવે એનું ધ્યાન રાખવું.
જોષી સાહેબ મેનેજમેન્ટમાં સફળ નથી તો તાત્કાલિક ધોરણે એમને આ પદ પરથી છુટા કરવામાં આવે એવી અમારી માંગણી છે, સરકારી બજેટની ફાળવણી કરોડો રૂપિયામાં થાય છે છતાં સિવિલમાં ઘણા દર્દીના રોગની તપાસ માટેના સાધનો નથી અને ગરીબ દર્દીને PMJY યોજના હોય કે SC / STના લાભાર્થી હોય તો પણ અમુક રિપોર્ટ્સના ચાર્જ લેવામાં આવે છે, PMJY યોજનમાં નવા કાર્ડ બનતા નથી, તો બિચારા દર્દી પાસે પૈસા લેવામાં આવે છે, જો ફ્રી કરવાનું હોય અને દર્દી રાતના સમયે આવ્યો હોય તો તેને સહયોગ સેન્ટરમા મોકલાવામાં આવે છે જ્યાં એને પૈસા ભરે જ છૂટકો, ભાજપના કાર્યકર ભાઈ સિવિલ હોસ્પિટલ સારી વગ ધરાવે છે, એમને PRO તરીકે બેસાડવામાં આવે છે,ચોથા વર્ગના કર્મચારી છે તો પણ સ્પેશ્યલ સીટ પર બેસાડી દેવામાં આવ્યા છે કારણ કે તેઓ BJPના છે. દર્દીની સેવા કરવા વારંવાર આરોગ્ય મંત્રી, અગ્ર સચિવને રજૂઆત કરી અમે સિવિલ હોસ્પિટલમાં બેસવાની જગ્યા માંગી, પરંતુ આ તાનાશાહી સરકાર, આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને હોસ્પિટલ સહાય માટે હોસ્પિટલ કેર કમિટી ચલાવે છે તો એને જગ્યા આપવા તૈયાર નથી, કયા કાયદામાં ઉલ્લેખ છે કે રાષ્ટ્રીય પાર્ટી અને હોસ્પિટલ સેવા ચલાવતી હોય એને જગ્યા ના આપવી?
જો જગ્યા આપે તો પોલમ પોલ બંધ થઈ જાય. સિવિલ હોસ્પિટલ બીજી હોસ્પિટલ કે બ્લડ બેંકનું બ્લડ દર્દીને ચઢાવવા દેતી નથી, શું કારણ હશે? બધી લેબોરેટરી બધા રિપોર્ટ્સ કરીને જ બ્લડ આપતી હોય છે તો આવા અણઘડ નિર્ણય કેમ પ્રજા પર થોપી દેવામાં આવે છે? PMJY યોજના કેમ બંધ કરવી પડી કે નવા કાર્ડ કેમ બનાવતા નથી, કોર્પોરેશનની હોસ્પિટલમાં પંખા નથી હોતા, પાણીના કુલર પણ બંધ હાલતમાં હોય છે, તો શું આ બધી આરોગ્યને ચેડાં કરતી બાબતોનુ ધ્યાન પ્રસાશનને નહિ હોય? આ બધામાં ગરીબ પીસાય છે, દારૂ બંદીમાં દારૂ ક્યાંથી આવે છે એનો જવાબ ગૃહમાંથી મળશે? એશિયાની નંબર વન કહેવાતી સિવિલ હોસ્પિટલમાં દારૂ ક્યાંથી આવ્યો, શું જોષી સાહેબ જવાબદારી લેશે? સિવિલ કેમ્પસમાં DJ પાર્ટીનું આયોજન થાય છે તો એનો જવાબ કોણ આપશે? સવાલ ઘણા છે પણ આ કાને બેહરાશવાળા પ્રશાસનને સંભળાતા નથી.
3 Comments
Loved this article! It’s both insightful and entertaining. For more, check out: EXPLORE FURTHER. What are your thoughts?
Your website is a joy to navigate. Great job!
Based on expert opinion and clinical experience, everolimus dose reduction or interruption is not necessary for low grade grade 1 2 adverse events 30, 37 buy lasix uk Didn t they even have Colts pots; you d think those would have been half price