અમદાવાદ | બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ
સમાજવિદ્યાભવનના રાજ્યશાસ્ત્ર વિભાગ, Gujarat University ખાતે સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક મદ્રાસ ઉદ્બોધનની ૧૨૯મી વાર્ષિકી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ અને યુવા પ્રેરણાના ભાવથી ઓતપ્રોત રહ્યો.
૧૪ ફેબ્રુઆરી ૧૮૯૭ના રોજ સ્વામીજીએ “ભારતનું ભાવિ” વિષય પર આપેલા પોતાના ઐતિહાસિક સંબોધનમાં દેશના યુવાનોને અનોખું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આગામી ૫૦ વર્ષ સુધી ભારતમાતાની ઉપાસના કરો, કારણ કે રાષ્ટ્રસેવામાં જ સર્વોચ્ચ આરાધના છે. સ્વામીજીના આ સંદેશે રાષ્ટ્રજાગૃતિની જ્વાળા પ્રગટાવી અને બરાબર ૫૦ વર્ષ બાદ ૧૯૪૭માં ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું.
કાર્યક્રમમાં રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. હિતેશ પટેલે સ્વામીજીના વિચારોને આજના સમયમાં પણ પ્રાસંગિક ગણાવ્યા. તેમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ તરફ દોરી જાય છે.
મુખ્ય અતિથિ કેપ્ટન ડૉ. હરદીપસિંહ ગોહિલ અને પ્રા. ડૉ. રંજનાબેન ધોળકિયાએ પોતાના ઉદ્બોધનમાં “સ્વપ્નીલ ભારત – ૨૦૪૭”ના નિર્માણ માટે યુવાશક્તિને સકારાત્મક અને સંકલ્પબદ્ધ બની કાર્ય કરવાની પ્રેરણા આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણ અને સંસ્કારના સંયોજનથી જ સશક્ત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ શક્ય છે.
રાષ્ટ્રજાગરણ અભિયાનના સંયોજકો કેવલ હરણ અને રાધિકા યાજ્ઞિકે જણાવ્યું કે ભારત સ્વાતંત્ર્યની શતાબ્દિ ૨૦૪૭ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વૈશ્વિક મંચ પર ભારતને “જગદજનની – નિખિલ જગતમાતા” તરીકે સુપ્રતિષ્ઠિત કરવા યુવાશક્તિએ તન-મનથી કાર્ય કરવું અનિવાર્ય છે.
કાર્યક્રમના અંતે મહાવીર ડાભી (માઈકલ ડાભી) દ્વારા આભારવિધિ કરવામાં આવી અને “વંદે માતરમ”ના ગાન સાથે સમારંભ પૂર્ણ થયો.
આ ઉજવણી દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારોને માત્ર યાદ જ નથી કરવામાં આવ્યા, પરંતુ તેમને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો — જે ભાવિ ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


15 Comments
QQ88 là nền tảng giải trí trực tuyến được tối ưu hiệu suất, giúp người dùng truy cập nhanh và trải nghiệm ổn định.
QQ88 là cổng truy cập giải trí trực tuyến tối ưu tốc độ, giao diện mượt và mang lại trải nghiệm ổn định cho người dùng.
http://studentenkamersingent.be/%D0%BF%D1%80%D0%BE%D0%BC%D0%BE%D0%BA%D0%BE%D0%B4-%D0%B1%D0%BE%D0%BD%D1%83%D1%81-%D0%BC%D0%B5%D0%BB%D0%B1%D0%B5%D1%82-2026-bro888
buy online prednisone
QQ88 được xây dựng như một cổng truy cập ổn định và linh hoạt, chú trọng hiệu suất vận hành và sự thoải mái trong từng lần đăng nhập.
QQ88 không chỉ là một nền tảng giải trí trực tuyến, mà là không gian được tối ưu trải nghiệm, nơi mọi thao tác đều nhanh, gọn và liền mạch.
gundem hadiseleri hokumет xeberleri
ремонт стиральный ремонт стиральных машин на дому рядом со мной
Interested in UFC? Topuria vs Gaethje unique mixed martial arts tournament will take place on June 14, 2026, in Washington, D.C., on the South Lawn of the White House. It will be the first professional sporting event in history to be held directly on the grounds of the U.S. presidential residence.
Экскурсовод организует частную поездку экскурсия Куршская коса из Калининграда индивидуальная с удобным маршрутом и профессиональным сопровождением по Косе.
смотреть онлайн наруто подряд наруто онлайн русский
частная стоматология центр стоматологии
Лучшее прямо здесь: https://l-parfum.ru/catalog/lancome/magnifique/
Хочешь узнать про электронные чеки? электронные чеки для ип важный этап цифровизации торговли и налогового контроля. Узнайте, как работают электронные чеки, какие преимущества они дают бизнесу и покупателям, а также какие изменения ждут предпринимателей.
Быстрая профессиональная установка камер видеонаблюдения для квартир, домов, офисов и коммерческих объектов. Проектирование, монтаж и настройка систем безопасности, удалённый доступ, запись видео и контроль в реальном времени. Надёжные решения для защиты имущества и контроля территории.