- યુવતીના પિતા જ સાધુને જમવા માટે ઘરે લઇ આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
- જો કે સાધુને સામેથી ઘરે જમવા બોલાવીને યુવતીએ આવું કેમ કર્યું તે પોલીસ માટે પણ તપાસનો વિષય, પ્રાથમિક રીતે છેડતીનો હોવાનું માની રહી છે
ગૌરવ દવે/રાજકોટ : જામનગર હાઇવે પર આવેલા પરાપીપળીયા ગામ નજીક સાધુની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. હત્યાનાં બનાવને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સાધુની હત્યા પાછળ મહિલા સાથે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડો જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિકત તપાસમાં ખુલ્યું છે. જેને લઇને યુનિવર્સિટી પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી પુછપરછ શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં છેલ્લા થોડા દિવસથી હત્યાનો સિલસીલો શરૂ થયો છે. આજે પણ રાજકોટ-જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ પાસે સાધુની હત્યા કરાયેલી લાશ મળી હતી. હાઇ-વેની સાઇડમાં કોથળામાં વિંટેલી હાલતમાં સાધુની લાશ હોવાની રસ્તે પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. હત્યા કરાયેલી લાશ મળતા યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસ તપાસમાં હત્યા કરી લાશને ફેંકી જવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. યુનિવર્સિટી પોલીસે ઘટનાને લઇને આસપાસનાં આશ્રમોમાંથી ગુમ થયેલા સાધુની વિગતો એકત્ર કરી મૃતક સાધુની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહનાં શરીર પર અને મોં પર ગંભીર ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા.
હત્યા કરી ઓળખ ન થાય તે માટે મોં છુંદી દેવામાં આવ્યું હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. યુનિવર્સિટી પોલીસને બાતમી મળી હતી કે ઘંટેશ્વર પાસે રહેતી ગીતા બાવાજી અને તેના પતિ જીવણ જાદવના ઘરે આવા કપડા પહેલો સાધુ આવ્યો હતો. જેને લઇને પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં મૃતક સંતોષ સોલંકી હોવાનું અને તેને ગીતા બાવાજી રેલવે સ્ટેશનથી તેના પિતા સાથે ભોજન માટે લાવી હોવાનું ખુલ્યું હતું. ભોજન બાદ સંતોષ સોલંકી અને આરોપી ગીતા વચ્ચે બોલાચાલી થતા પથ્થર મારી હત્યા કરવામાં આવી હોવાનું આરોપી ગીતા બાવાજીએ કબૂલ્યું હતું. હાલ પોલીસે ૨ શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસનાં કહેવા મુજબ, રાજસ્થાનની બાવરી જાતીની મહિલાનાં પિતા અર્જુન બાવાજી સાથે સાધુ સંતોષ સોલંકી રાજકોટ આવ્યો હતો. ધંટેશ્વર પાસે ખુલ્લી જગ્યામાં પતિ-પત્નિ રહેતા હતા અને કચરો વિણવાનું કામ કરતા હતા. મહિલાનાં પિતા અર્જુન સાથે આવેલા સાધુની હત્યા થયા બાદ લાશ મળી આવી હતી. જોકે મહિલાનાં પિતાની પોલીસે શોધખોળ કરતા મળી આવ્યા નહોતા. હાલ પોલીસે પતિ-પત્નિની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે. આરોપી ગીતા સાથે માથાકૂટ થતા ગીતાએ પથ્થરનો ઘા ઝીંકી હત્યા કરી હતી. ગીતાનો પતિ વસંત જાદવ મૃતદેહને રિક્ષામાં લઈ જાય રોડ પર ફેંકી આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ તો પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પતિ-પત્નિને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. જોકે હત્યા પાછળનું કારણ મહિલાની છેડતી જ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દીશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
1 Comment
I appreciate the humor in your analysis! For those interested, here’s more: FIND OUT MORE. What do you think?