ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ…..
અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ
(રજી. નં. F/19394/Ahmedabad)
1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ ભારત વર્ષના ગૌરવવંતા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને વાયુદળના જાંમર્દ જવાનોએ પાકિસ્તાનને એવો જનોઈવઢ ઘા કર્યો કે તેના બે ઊભા ચીરા કરી દીધા.
અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ 1971 યુદ્ધના આ ગૌરવવંતા ઐતિહાસિક વિજય સાથે 50 વર્ષ પૂર્ણ થતાં તે નિમિત્તે કાર્યક્રમનું અમદાવાદ ખાતે આયોજન કરી રહેલ છે. 1971 યુદ્ધમાં ગુજરાતના એવા સૈનિકો કે જેણે યુદ્ધ મેદાનમાં અદમ્ય સાહસ દર્શાવ્યું હોય કે માભોમની રક્ષા કાજે વીરગતિ પામ્યા હોય તેવા વીર સૈનિકો કે વીર નારીઓના સન્માન અંગેના જાહેર કાર્યક્રમ અનુસંધાને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય, માન.શ્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગુજરાત રાજ્ય તેમજ યુવા ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડને પૂર્વ સૈનિકોના ડેલીગેશન સાથે સમય ફાળવવા રજૂઆત કરી. અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદની ‘ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ……’ કાર્યક્રમની રૂપરેખા જાણી માન. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ પ્રસન્નતા વ્યક્ત કરી …..
ચેરમેન જયંતિભાઈ આહીર
પ્રેસિડેન્ટ સિયારામ શર્મા
અખીલ ભારતીય વિકાસ પરિષદ અમદાવાદ
1 Comment
Great read! The author’s perspective was fascinating and left me with a lot to think about. I’m looking forward to hearing what others think. Feel free to visit my profile for more discussions.