સોજીત્રા નાગર પાલિકા ની અંદર ભાજપની હાર
પહેલા અઢી વરસ ભાજપનું શાસન હતું
આજના નગરપાલિકાના ઇલેક્શનમાં સોજીત્રા નગરપાલિકામાં સોજીત્રા શહેરના કોંગ્રેસ પ્રમુખ યોગેશભાઈ જનુભાઈ પટેલ દ્વારા કોંગ્રેસના આઠ સભ્યો તેમ જ પાંચ અન્ય સભ્યો દ્વારા ભાજપના બોર્ડને હાર આપી અને કોંગ્રેસનું બોર્ડ ટેકાથી બનાવ્યું છે
ભાજપના પ્રમુખના ઉમેદવાર સેજલબેન સંજય કુમાર પટેલ હતા અને ઉપપ્રમુખના ઉમેદવાર દીપીકાબેન ભટ્ટ હતા જેઓને આઠ મત મળ્યા
કોંગ્રેસ દ્વારા ટેકો આપેલ ઉમેદવાર પ્રમુખ તરીકે ઉન્નતીબેન ધર્મેશભાઈ રાણા અને ઉપપ્રમુખ તરીકે જીવિતભાઈ ભરતભાઈ ભટ્ટને 13 મત મળ્યા અને તે બંનેવની જીત થઈ અને તેમાં કોંગ્રેસે દરખાસ્ત ટેકો આપ્યો છે ભાજપના એક સભ્ય ગેરહાજર રહ્યો તેથી સોજીત્રા નગરપાલિકામાં ભાજપને હરાવી કોંગ્રેસ અને અન્ય સદસ્યએ બોર્ડ બનાવ્યું અને કોંગ્રેસ સોજીત્રા નગરપાલિકા સંભાળી આવનારા વર્ષોમાં સેવા યજ્ઞ આગળ ધપાવશે
હેમાંગ રાવલ
પ્રવક્તા
ગુજરાત કોંગ્રેસ
1 Comment
Very engaging and funny! For more on this topic, visit: LEARN MORE. Let’s chat!