મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે. – મનહર પટેલ
• મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ?
(1) ખેડૂતોને વળતર અપાવવા…
(2) નકલી બિયારણના કાયદાઓમાં વધારાની અસહ્ય સજા કરવાની જોગવાઈ….
(3) ખતરનાક અસામાજિક પ્રવૃતિ (પ્રિવેન્શન ઑફ ડેન્જરસ એક્ટિવિટીઝ ઑફ સ્લમલોર્ડ્સ, બુટલેગરો, ડ્રગ-અપરાધીઓ, ખતરનાક વ્યક્તિઓ, વિડિયો પાઇરેટ્સ, રેતીના દાણચોરો અને ખાતર-બિયારણ અને જંતુનાશક દવાના વેપારીઓ)ત્રણ નવા કાયદાઓ વિધાનસભાના આગામી સત્રમાં પસાર કરવા જઇ રહી છે. …
ખેડૂને વર્ષોથી છેતરતી આવી કંપનીઓ મહારાષ્ટ્રમા ખેડૂતોના આપઘાતનું મોટું કારણ છે, અને તેના કારણે મહારાષ્ટ્ર સરકારનું ખેડૂતોના વિશાળહિતમા લેવાયેલ નિર્ણય સમગ્ર મહારાષ્ટ્રના ખેડૂત સમાજ આવકારી રહ્યા છે..મહારાષ્ટ્રમાં ગુણવત્તાયુક્ત ખેતીવાડીના ઈનપુટ્સનો વેચાણ કરતી કંપનીઓ આ કાયદાઓને નિર્ભયપણે આવકારે છે અને સન્માન કરે છે, પરંતુ જે લેભાગુ કંપનીઓ છે કે જે ખેડૂતોને છેતરવના જ ધંધા કરે છે તેમને મહારાષ્ટ્રમાંથી બિસ્તરા પોટલા બંધાવાની નોબત આવશે.
આ ત્રણેય કાયદાની મજબૂત અમલવારીથી રાજ્યના ખેડૂતોને છેતરાવાની, નકલી કે હલકી ગુણવતાના બીજ – જંતુનાશક દવા કે ખાતર આપવાની કોઇ હિંમત નહિ કરે અને ખેડૂતોના આપઘાતના કિસ્સાઓને રોકી શકાશે.માટે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના ભવિષ્ય માટે અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા ખુબ મહત્વનો સાબિત થશે…
મહારાષ્ટ્રના સીમાડે ગુજરાતમાં પણ દિવસેને દિવસે નકલી બિયારણ – જંતુનાશક દવા અને રા.ખાતરોની આર્થિક બરબાદીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે તેથી મહારાષ્ટ્ર સરકાર જે ત્રણ કાયદાઓ લાવવા જઈ રહી છે તે ગુજરાતમાં પણ વહેલામાં વહેલીતકે લાવવામાં આવે તેવી રાજ્ય સરકારને ખેડૂત સમાજની માંગ ઉઠી છે…
છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાત સરકાર નબળા – નકલી અને અનઅધિકૃત બિયારણ વેચતા બીજ બુટલેગરોને રોકી-અટકાવી શકતી નથી કે નથી તેની નુકશાનીનો આર્થિક ભોગ બનેલ ખેડૂતોને વળતર ચૂકવી શકતી આ હકીકત છે.
માટે ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તાશ્રી મનહર પટેલની માંગ છે કે ગુજરાત સરકાર ગુજરાતની ખેતી અને ખેડૂતને બચાવવા માટે આ ત્રણેય કાયદાઓ લાવે.મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસતો
1 Comment
Great mix of humor and insight! For more, visit: READ MORE. What do others think?