ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહેલા શ્રી શક્તિસિંહ ગોહિલનું અદકેરું સન્માન, અભિવાદન કાર્યક્રમ
ભાવનગર ના પનોતા પુત્ર અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ તારીખ ૧૧ મી ઓક્ટોબર ના બુધવારના રોજ ભાવનગર પધારી રહ્યા છે. શ્રી શક્તિસિંહ ગોહિલનું ભાવનગર શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા કાર, બાઈક રેલી સાથે સન્માન અભિવાદનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ ૧૧મી એ બપોરે કુંભારવાડા સર્કલથી વિશાળ સંખ્યામા બાઈક અને કાર ના કાફલા સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી દ્વારા સ્વાગત કરવામાં આવશે આ રેલી કુંભારવાડા થી સંસ્કાર મંડળ થઈ સરદાર નગર ખાતે પહોંચશે જ્યાં મેઘાણી ઓડિટોરિયમ ખાતે અભિવાદન સાથે કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાવનગર શહેર/જીલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો, શહેર/જીલ્લાના તાલુકા, વોર્ડ અને નગરપાલીકા વિસ્તારના સંગઠનના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, શહેર/જીલ્લા કોંગ્રેસની જુદી જુદી પાંખ એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહીતના વડાઓ, હોદ્દેદારો, સહકારી આગેવાનો તેમજ શહેર/જીલ્લા તાલુકા નગરપાલીકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, ચૂંટાયેલા સભાસદશ્રીઓ અને વિવિધ ક્ષેત્રના સામાજિક અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો કાર્યક્ર્મમાં જોડાશે.
1. તમારું ધંધું વધારવાનું છે? તો આજે જ આપની જાહેરાત અહીં આપો! ગુજરાતની હજારો આંખો તમારી પ્રોડક્ટ પર રહેશે. જાણકારી માટે સંપર્ક કરો:77779 44737
2. गंगा दशहरा के उपलक्ष्य पर गंगा प्राकट्य उत्सव का आयोजन अस्सी घाट वाराणसी
3. દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે નૈતિકતાના ધોરણે મંત્રીશ્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપે : કોંગ્રેસ
4. વિસાવદર પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના પ્રચાર અભિયાને ગતિ પકડી શોભાવડલા ગિર અને બરડીયા ગામમાં ખેડૂત-યુવાનો સાથે ગોપાલ ઈટાલિયાનો સીધો સંવાદ
5. તમારું ધંધું વધારવાનું છે? તો આજે જ આપની જાહેરાત અહીં આપો! ગુજરાતની હજારો આંખો તમારી પ્રોડક્ટ પર રહેશે. જાણકારી માટે સંપર્ક કરો:77779 44737
1 Comment
I appreciate the humor in your analysis! For additional info, visit: FIND OUT MORE. What do you think?