અમદાવાદ/મહીસાગર/પંચમહાલ/અરવલ્લી/ગુજરાત
જ્ઞાન સહાયક જેવી યુવાનો માટે ઘાતક યોજના વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં દાંડી થી ગાંધી આશ્રમ સુધીની યાત્રાનું આયોજન કર્યું છે. આજે આ યાત્રાનો છઠ્ઠો દિવસ હતો. સવારે શહેરા થઈને લુણાવાડા પહોંચ્યા બાદ સાંજના સમયે યાત્રા મોડાસા પહોંચી હતી. દાંડી થી લઈને મોડાસા સુધી તમામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રાને જનતા તરફથી જબરદસ્ત જનસમર્થન મળ્યું હતું અને જનતાએ પણ અવાજ ઉઠાવ્યો હતો કે જ્ઞાન સહાયક યોજના રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી શરૂ કરો. 13 ઓક્ટોબરથી શરૂ થયેલ આ યાત્રા 20 ઓક્ટોબરે ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે પહોંચશે અને ત્યાં મોટો કાર્યક્રમ કરવામાં આવશે.
યુવા અધિકાર યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિકાસની મોટી મોટી વાતો કરવા વાળા શિક્ષણ મંત્રી પોતાના મતવિસ્તારમાં જ જો કોઈ ઉદ્ધાર ન કરી શકતા હોય, તો બીજા વિસ્તારની વાત જ ક્યાં રહી. સરકાર જે જ્ઞાન સહાયક યોજના લાવી છે, તેમાં હકીકતમાં સરકાર શિક્ષાનો વેપાર કરવા માંગે છે અને શિક્ષકોનું પણ ખાનગીકરણ કરવા માંગે છે, માટે આ કોઈના હિતમાં નથી. માટે અમે આ યોજનાનો સખત વિરોધ કરીએ છીએ. નવરાત્રીના સમયમાં ઘણી દીકરીઓ અને બહેનો આજે ગરબા રમવાની જગ્યાએ આ કાયદા વિરુદ્ધ યાત્રામાં જોડાઇ છે. તો અમે ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રીને કહીએ છીએ કે આ જગદંબા સમાન બહેનોને ન્યાય આપવામાં આવે. આજે જેમ પહેલા કહ્યું તેમ શિક્ષણ મંત્રીના મતવિસ્તારમાં શિક્ષકોની ઘટ છે, તે ઘટ પૂરી કરવા માટે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને સાથે સાથે જ્ઞાન સહાયક કાયદો રદ કરવામાં આવે આ મારી પ્રમુખ માંગણી છે.
ત્યારબાદ આવા આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે શિક્ષક બનવા માટેની તમામ પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ આપણી બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે. શિક્ષણ મંત્રીના મતવિસ્તારમાં એવી કેટલીય શાળાઓ છે કે આ ફક્ત એક જ શિક્ષક છે. 32 હજારથી વધુ શિક્ષકોના પદ ખાલી છે તો પણ આ સરકાર શિક્ષણની બાબતમાં જરા પણ ગંભીર નથી અને ફક્ત તાયફાઓ કરવામાં વ્યસ્ત છે. હિન્દુત્વની વાત કરવા વાળી સરકારના કારણે આજે નવરાત્રીના સમયમાં બહેનો પોતાનો હક અને અધિકાર મેળવવા માટે રસ્તા પર ઉતરવા મજબૂર બની છે. જો સરકાર જ્ઞાન સહાયક કાયદો રદ નહીં કરે અને તાત્કાલિક શિક્ષકોની કાયમી ભરતી ચાલુ નહીં કરે તો ભવિષ્યમાં ગાંધીચિંધ્યા માર્ગે વધુ કાર્યક્રમો કરવામાં આવશે, ભાજપના કાર્યાલયો તથા ધારાસભ્યોનો પણ ઘેરાવ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જે પણ શિક્ષક ઉપર કોન્ટ્રાક્ટ નામની તલવાર લટકતી હોય, તે શિક્ષક પાસેથી કોઈ પણ બાળકને જોઈએ તેવું સારું શિક્ષણ મળી શકે તેમ નથી. માટે અમે આ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરીએ છીએ. આ યોજનાના બહાને સરકારે ષડયંત્ર રચ્યુ છે કે ભવિષ્યમાં કોઈ પણ બાળક સારી શિક્ષા સાથે ભણેલું ગણેલું અને તાકાતવાળું ન હોવું જોઈએ. દેશ માટે કોઈ અવાજ ન ઉઠાવે તે પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. શિક્ષક તો કોન્ટ્રાક્ટની પાંચ વર્ષની નોકરી કરીને આગળ વધી જશે પરંતુ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા શિક્ષણ મેળવેલ બાળક ભવિષ્યમાં ગંભીર સમસ્યાનો સામનો કરશે એ બાબતની અમને ચિંતા છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
1 Comment
This piece was both insightful and entertaining! For additional info, visit: FIND OUT MORE. What do others think?