શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અરવલ્લી જિલ્લા લીગલ સેલ ની મીટીંગ તા.31/10/2023 ના રોજ લીગલ સેલ ના પ્રભારી શ્રી નવીનભાઈ સેવક ની અધ્યક્ષતા માં મોડાસા ખાતે મળી તેમા અતિથી વિશેષ લીગલ સેલ ના કન્વીનર શ્રી આશિષભાઈ મહેતા.ઉત્તર ગુજરાત ઝોન લીગલ સેલ પ્રભારી શ્રી રેખાબેન જોષી ઉપસ્થિત રહ્યા
શ્રી પાથૅભાઈ વ્યાસ,એડવોકેટ શ્રી પ્રદિપભાઇ ઉપાધ્યાય,શ્રી સમસ્ત અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજ ના પ્રમુખ શ્રી અતુલભાઈ મહેતા.મહામંત્રી જોગેદ્રભાઈ ઉપાધ્યાય રાજય કક્ષા ના શ્રી પ્રશાંતભાઈ જોષી તેમજ અરવલ્લી જિલ્લા ના એડવોકેટશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
પ્રભારી શ્રી નવીનભાઈ સેવક દ્વારા સંસ્થાની કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી.
કન્વીનર શ્રી આશિષ મહેતા દ્વારા બ્રહ્મ સમાજને મફત કાનૂની સલાહ કેન્દ્ર ની ગતિવિધિઓ વિશે ઉપસ્થિત એડવોકેટ શ્રી ઓને જાણકારી આપવામાં આવી.
ઉત્તર ગુજરાત ના ઝોન લીગલ સેલના પ્રભારી શ્રી રેખાબેન જોશી દ્વારા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મફત કાનૂની સલાહ કેન્દ્રો બ્રાહ્મણો માટે ખોલવામાં આવશે તેની બાહેધરી આપવામાં આવી.
શ્રી અતુલભાઇ મહેતા દ્વારા અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવેલ લીગલ ટીમના પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. અને ખૂબ ટૂંક સમયમાં એક ઓફિસનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
શ્રી પ્રશાંત ભાઈ જોશી દ્વારા અરવલ્લી જિલ્લો દિવાળી પછી બ્રાહ્મણો માટે મફત કાનૂની સલાહ કેન્દ્ર ખુલશે તેની ખાતરી આપવામાં આવી હતી.
ભદ્રેશભાઈ ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણો માટે મફત કાનૂન સલાહ કેન્દ્ર તેમજ સરકારી યોજના અમલીકરણ વિભાગના કાર્યો પણ શરૂ કરવામાં આવશે.
હર હર મહાદેવ, જય પરશુરામ,
દિનેશ રાવલ
પ્રવક્તા
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા
1 Comment
Excellent insights! Your breakdown of the topic is clear and concise. For further reading, check out this link: READ MORE. Let’s discuss!