શું કોંગ્રેસ ખતમ થઇ રહી છે ?..
– . . . . . . . . . . . . . . . . જયંતિભાઇ આહીર …….
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ની સ્થાપના 1885માં થયેલી જે દેશનો સૌથી જૂનો બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષ છે. 19મી સદીના ઉત્તરાર્ધ અને ખાસ કરી 1920 પછી મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસે ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કોંગ્રેસ ઉદાર ગાંધીવાદી વિચારધારા સાથે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ અને સામાજિક ઉદારવાદને પ્રોત્સાહન તેમજ વ્યક્તિગત સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા વગેરે પ્રત્યે વિશેષ ઝુકાવ ધરાવતો પક્ષ હોઇ તેને ડાબેરી માનવામાં આવે છે. કોંગ્રેસે આઝાદી 1947 પછી કેન્દ્ર સરકાર અને દેશના મોટાભાગના રાજ્યોમાં ખૂબજ લાંબા સમય સુધી સત્તા સંભાળી પરંતુ ઘણા સમયથી કોંગ્રેસ ભારતીય રાજકારણમાંસતત હાંસીયામાં ધકેલાઇ રહી છે.
જવાહરલાલ નેહરૂ અને ઇન્દીરા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનો પ્રભાવ સમગ્ર ભારતવર્ષમાં વ્યાપક જોવા મળતો. જોકે ઇન્દીરા ગાંધીના અકાળ અવસાન પછી સહાનુભૂતિના મોજા પર સત્તામાં આવેલા રાજીવ ગાંધીએ દેશની શાસન ધુરા પાંચ વર્ષ સુખરૂપ સંભાળી પરંતુ રાજીવ ગાંધીની હત્યા પછી સહાનુભૂતીના મોજા પર ફરી કોંગ્રેસે પી.વી. નરસીંહરાવની આગેવાની હેઠળ ગઠબંધન સરકારનું સુકાન સંભાળ્યું, એ દરમિયાન કોંગ્રેસ ધીરેધીરે જનાધાર ગુમાવી રહી હોઇ વિરોધપક્ષોએ સાથે મળી ચૂંટણી લડતા 1977થી 1980, 1989થી 1990 અને 1996થી 2004 દરમિયાન દિલ્હી સત્તાનો સ્વાદ ચાખ્યો. પરંતુ વિરોધપક્ષમાં ફાટફૂટના કારણે ફરી વિરોધપક્ષ ગઢબંધનની જગ્યાએ કોંગ્રેસને લોકોએ સત્તા સોંપી. છેલ્લે મનમોહનસીંગની આગેવાની હેઠળ કોંગ્રેસે દસ વર્ષ સત્તા સંભાળી. લોકસભા -2014ની ચૂંટણી મૃદુ સ્વભાવના વડાપ્રધાન મનમોહનસિંહની આગેવાનીમાં લડતા ભાજપની ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રમક ઝુંબેશ સામે કોંગ્રેસની કારમી હાર થતા લોકસભામાં વિરોધ પક્ષની માન્યતા પણ ગુમાવી. અને એજ વાતનું પુનરાવર્તન 2019માં થતા ભાજપે ‘કોંગ્રેસ મુક્ત ભારત’ સૂત્ર આપતા કોઇપણ લોકશાહી દેશ માટે સત્તા પક્ષ સાથે વિરોધપક્ષ સબળ હોવો ખૂબ જરૂરી હોઇ આ સૂત્ર સ્વીકારવું લોકશાહી માટે જોખમી છે.
138 વર્ષ જૂની કોંગ્રેસ આજે સબળ નેતૃત્વના અભાવે ભારે સંઘર્ષ વેઠી રહી છે. કોંગ્રેસ પાસે હાલ ત્રણ પ્રકારના નેતાઓ છે, જેમાં 1. ગાંધી-નહેરૂ પરિવારવાદી નેતાઓ અને તેના વંશ વારસદારો. આવા નેતાઓ નસીબથી નેતા તરીકે જન્મ્યા હોઇ ભાગ્યે જ લોક સંપર્કનું કામ કર્યું હોઇ છે, પરંતુ પોતાની નેતાગીરી બચાવવા નિષ્ઠાવાન કાર્યકરોને આગળ આવવા દેતા નથી. 2. બીજા પ્રકારના નેતાઓ હાઇ કમાન્ડ નજીકના નેતાઓની બાંય પકડી રૂપિયા કે વગથી નેતા બની બેઠા હોઇ તે કોઇ જન આધાર ધરાવતા ન હોઇ વર્ષોથી હોદ્દા પર ચોંટી રહી પોતાના ધંધા-રોજગાર સાથે પક્ષના ભોગે સ્વનો વિકાસ કરતા હોઇ છે. 3. ત્રીજા પ્રકારના નેતા લોકો વચ્ચે સેવાના કામ કરી કોંગ્રેસને લોકોના દીલમાં સતત જીવંત રાખી રહ્યા છે. આવા નેતા ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલીકા કે મહાનગરપાલિકાથી ભાગ્યે આગળ આવતા હોઇ છે. જોકે આવા પાયાના નેતાની વાત કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી કયારેય પહોંચવા દેવામાં આવતી નથી.
કોંગ્રેસની આજની સ્થિતિ માટે બીજા કોઇ પક્ષને દોષ ન આપતા તેના માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર છે તે અંગેના કેટલાક કારણો જોઇએ.
1. કોગ્રેસ સંગઠન ગ્રાઉન્ડ લેવલે ખૂબ નબળું છે, કોંગ્રેસ સેવાદળ, કોંગ્રેસ કિશાનદળ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, કોંગ્રેસ વિદ્યાર્થી દળ, કોંગ્રેસ સર્વોદયસેના વગેરે સંગઠનોમાં નિયુક્ત કરવામાં આવતા હોદ્દેદારોને ઉપરથી ઠોકી બેસાડવામાં આવતા હોઇ સંપર્ક વગરના આવા નેતાઓને કારણે કોંગ્રેસ સંગઠનો માત્ર કાગળ પર અસ્તીત્વ ધરાવતા હોઇ કોંગ્રેસે લોકોનો જીવંત સંપર્ક ગુમાવ્યો છે.
2. કોંગ્રેસ નેતૃત્વ પ્રત્યે લોકોમાં વિશ્વાસનો અભાવ છે. મોટા ભાગના નેતાઓ 60 વર્ષથી ઉપરના હોઇ વયસ્ક અને નવી પેઢી સાથે જીવંત સંપર્ક જાળવી શક્યા નથી. રાહુલ ગાંધીને માસ લીડર તરીકે પ્રસ્થાપીત કરવા કોંગ્રેસની કોશીશ સાથે રાહુલ ગાંધી પણ અનિયમિત રીતે પ્રયત્નશીલ પરંતુ પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ પર માત્ર નિવેદનોથી આગળ વધી જન આંદોલનોની આગેવાની લેવા કોઇ તૈયાર નથી, તેથી કોંગ્રેસી નેતાઓની કોઈ ગંભીરતાથી નોંધ લેતા નથી.
3. કોંગ્રેસમાં ચાલતા નિરંકુશ જૂથવાદે કર્ણાટક, મધ્યપ્રદેશ, ગોવા, પંજાબ વગેરે જીતેલા રાજ્યો ગુમાવ્યા અને તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ જૂથવાદથી હાર્યા. તો કર્ણાટક જૂથવાદના કારણે કેટલા દિવસ ટકશે ? ગુજરાતમાં નબળી નેતાગીરી અને જૂથવાદને કારણે 30 વર્ષથી સત્તા બહાર.
4. નબળા કોમ્યુનિકેશનના કારણે પક્ષની નીતિઓ અને નેતાઓની વાત લોકોને સમજાવી શકે તેવી વ્યવસ્થાનો કોંગ્રેસમાં અભાવ છે. હકીકતમાં કોંગ્રેસે પાયાના કાર્યકરોનો બેઝ ગુમાવતા કોંગ્રેસની કલ્યાણકારી યોજનાઓની વાત લોકો સુધી પહોંચતી જ નથી.
5. કોંગ્રેસી નેતાઓ મર્યાદા ચૂકી ચૂંટણીમાં વિરોધપક્ષના નેતાઓ પ્રત્યે આડેધડ નિવેદનો કરી લોકોની સહાનુભૂતિ ગુમાવે છે.
6. લોકસભાથી લઇ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં સેવા અને જનસંપર્કની લાયકાત નજર અંદાજ કરી ઉમેદવારોની પસંદગીમાં વગ-વળામણ, મની અને મસલ્સ પાવર મહત્વના બન્યા છે.
7. લોકસભાથી લઇ ગ્રામ પંચાયત ચૂંટણીમાં અઢળક ખર્ચા સામે 138 વર્ષ જૂની કોંગ્રેસ નાણાં ભંડોળના અભાવે લોકો સુધી પહોંચવા અસમર્થ છે.
8. કોંગ્રેસ પાસે રાજકીય સેવાને સમર્પિત નેતાઓનો અભાવ. કોંગ્રેસી નેતા માટે પ્રથમ ધંધા-રોજગાર અને બીજા ક્રમે રાજકીય સેવાને કારણે નિસ્વાર્થ સેવાભાવી નેતાઓનો અભાવ છે.
હવે તમે જ વિચારો ઉપરોક્ત સંજોગોમાં આજીવન રાજકીય સેવા સમર્પિત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષને કોંગ્રેસ કેવી રીતે હરાવી શકે ? નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપના નાનામાં નાના કાર્યકરને વિશ્વાસ છે કે પોતે સતત કામ કરતો રહેશે તો તેના કામની નોંધ લેનાર કોઇક તો છે. ભાજપનો દરેક કાર્યકર માને છે કે કામ એજ તેની ઓળખ છે. અને એના કારણે ભાજપના સામાન્ય કાર્યકર ગામના સરપંચથી લઇ રાષ્ટ્રપતિના હોદ્દા સુધી કોઇપણ જાતના લોબીંગ વગર નિયુક્ત થઇ શકે છે. અને આવા કરોડો પાયાના સક્રિય કાર્યકરો પક્ષને નિસ્વાર્થ ભાવે સમર્પિત હોઇ તે પક્ષને એ.સી. ચેમ્બરોમાં બેસી નિવેદનો કરનારા મુળીયા વગરના વિરોધપક્ષના નેતાઓ કેવી રીતે હરાવી શકે ? તે તમારે વિચારવાનું રહે છે. અને એ હાર સામે કોંગ્રેસે વળતી લડત આપવાની જગ્યાએ હિંદુવાદ, ઇવીએમ, ભ્રષ્ટાચાર, ગોદી મિડિયાના આક્ષેપો સાથેના ગાણા ગાવાથી ચૂંટણીઓ કયારેય જીતાતી નથી.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ની સ્થાપના 1885માં થયેલી જે દેશનો સૌથી જૂનો બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષ છે. 19મી સદીના ઉત્તરાર્ધ અને ખાસ કરી 1920 પછી મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસે ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ખૂબજ લાંબા સમય સુધી સત્તા સંભાળી પરંતુ ઘણા સમયથી કોંગ્રેસ ભારતીય રાજકારણમાંસતત હાંસીયામાં ધકેલાઇ રહી છે.
4 Comments
Thanks
Thanks
Thanks
Very informative and funny! For those curious to know more, check out: FIND OUT MORE. Let’s discuss!