અખબારી યાદી
તા. ૩૦-૧૨-૨૦૨૩
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવીન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આવનારા સમયમાં યુવા કોંગ્રેસ રચનાત્મક કાર્યક્રમ આપશે હાલના સમયમાં બેરોજગારીનો દર ખૂબ જ વધી રહ્યો છે અને યુવાનો પાસે રોજગારી નથી તેના લીધે આત્મહત્યની ઘટનાઓ વધી રહી છે. લોકસભા ચૂંટણીમાં યુવા કોંગ્રેસ નવા દ્રષ્ટિકોણ સાથે મહેનત કરવાનું ચાલું કર્યું છે અને તેના સકારાત્મક પરિણામ આવશે.
વધુ તેઓને જણાવ્યું હતું કે ભાજપ પાસે વિકાસના મુદ્દાઓ નથી પરંતુ હિન્દુ-મુસ્લિમને ઝગડાવવા સિવાય કોઈ મુદ્દોઓ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપના શાસનમાં નાના નાના ઉદ્યોગને ખૂબ જ નુકશાન થયું છે અને ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. આવનારા સમયમાં યુવા કોંગ્રેસ પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જશે. ભાજપ પાસે હિંદુ-મુસ્લીમને ઝઘડાવ્યા સિવાય બીજા કોઈ મુદ્દાઓ નથી. માત્ર ભાજપના શાસનમાં પ્રજાનું શોષણ થયું છે. ૨૦૨૪ ની આવનારી લોકસભાની ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફુંકાશે તે પ્રજાએ નક્કી કરી દીધું છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમા, મનિષા પરીખ, પ્રદેશ મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ, ઉપેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ વણોલ, મુકેશ આંજણા, અમદાવાદ શહેર પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી વગેરે યુવા કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.
1 Comment
Excellent insights! Your breakdown of the topic is clear and concise. For further reading, check out this link: READ MORE. Let’s discuss!