અખબારી યાદી
તા. ૦૧-૦૧-૨૦૨૪
જુદા જુદા વાયદા કરનારે ભાજપા છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ૪૫૦ રૂ. ના એલ.પી.જી. ગેસ સીલીન્ડરની જાહેરાતો કરી રહી છે. બીજી બાજુ, ગુજરાતમાં ૨૫ વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી અને ગુજરાતના ૬૧,૩૫,૪૮૭ ગેસ કલેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરી રહી છે. બેફામ મોંઘવારીમાં પીસાતી ગુજરાતની જનતાને ભાજપા સરકાર ક્યારે ન્યાય આપશે ?
પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધતાજતા ભાવ ના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ભાજપા સરકાર સત્તા મેળવવા માટે રાજસ્થાનમાં ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષ થી સત્તામાં રહેલી ભાજપા ગુજરાતના નાગરિકોને કેમ અન્યાય કરી રહી છે ? ગુજરાતમાં ઉજવલા યોજના હેઠળ ૪૦ લાખ ગેસ કનેક્શનમાંથી ૩૫ ટકા એટલે કે ૧૪ લાખ જેટલા ઉજવલા ગેસ કનેક્શન ધારકો પુનઃ ગેસ સીલીન્ડર ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ૫૪ ટકા કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ છે. આવક સતત ઘટતી જાય છે. મોંઘવારીના માર વચ્ચે ખર્ચા સતત વધતા જાય છે ત્યારે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ ભાજપાના અહંકારી શાસકોને પ્રશ્ન પુછી રહી છે કે ગુજરાતની મહિલાઓને ક્યારે મોંઘવારી રાહત મળશે ? ક્યારે ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર મળશે ? તેનો જવાબ ભાજપા સરકાર આપે.
2 Comments
This article had me hooked! For further reading, check out: DISCOVER MORE. What are your thoughts?
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?