અખબારી યાદી તા. ૧૩-૧-૨૦૨૪
દેશના સામાન્ય-મધ્યમવર્ગ સહિત તમામના આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનીતિક ન્યાય માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ એ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા ની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધી ના નેતૃત્વ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’ યોજાશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ મણિપુર થી પ્રારંભ થશે. ભારત જોડો ન્યાય યાત્રા ૬૨૦૦ કિલોમીટર લાંબી યાત્રા ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યો માંથી પસાર થશે. ભારત જોડો ન્યાય યાત્રા ૧૪ જાન્યુઆરી એ પ્રારંભ થઇ અને મુંબઈ માં ૨૦ માર્ચ ના રોજ પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા મણિપુર થી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર થી પસાર થશે. દેશ માં વધી રહેલ આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ ને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ની શરૂઆત કરવા માં આવશે. ભારત ના લોકો ને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા ‘ નું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત ૧૪મી જાન્યુઆરી મણિપુર થી થશે.
કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વ ના કોઈ પણ રાષ્ટ્રીય નેતા એ ના કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારી થી કાશ્મીર સુધી ૪૫૦૦ કિલોમીટર ની સફળ ભારત જોડો યાત્રા યોજવા માં આવી હતી. સમગ્ર દેશ માં નફરત ના વાતાવરણ ને દુર કરી પ્રેમ અને ભાઈચારા નો સંદેશો લઈ શ્રી રાહુલ ગાંધી એ યાત્રા નું નેતૃત્વ કર્યું હતું. ભારત જોડો યાત્રા માં બાળપણ ની ઇજા હોવા છતાં વેદના સહન કરી ને દેશ માં જાત પાત ધર્મ ભાષા થી ફેલાતી નફરત ને દુર કરી પ્રેમ નો સંદેશો લઈ ને નીકળ્યા હતા. ભારત જોડો યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર ના સમાપન પછી પણ ભારત જોડો યાત્રા ના સંકલ્પ ને આગળ વધારતા દેશ ના ખેડૂતોનાં પ્રશ્નો, યુવાનોના બે-રોજગારીનાં પ્રશ્નો, મહિલા સુરક્ષાનાં પ્રશ્નો અને મોઘવારીનાં મુદ્દાઓ જેવા અનેક પ્રજાકીય પ્રશ્નો અંગે લોકો સાથે સંવાદ કર્યો તેમજ તમામ વ્હીકલ તેમજ ટ્રક ડ્રાઇવર, કુલી, મજદુરો, ગેરેજ માં મિકેનિક જેવા અનેક વર્ગ જોડે સંવાદ કર્યો હતો અને અલગ અલગ વર્ગ ના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષ માં સહભાગી થવા નો પ્રયત્ન કર્યો હતો.
આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ અને અમદાવાદ શહેર કોંગ્રેસ નાં પ્રભારી શ્રી બિમલભાઈ શાહ, ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન વિરોધપક્ષનાં નેતા શ્રી સહેઝાદખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીનીયર આગેવાન અને અમદાવાદ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શ્રી રાજકુમારભાઈ ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શ્રી પંકજભાઈ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ અને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનનાં પૂર્વ વિરોધપક્ષ નેતા શ્રી સુરેન્દ્રભાઈ બક્ષી ઉપસ્થિત રહ્યા હતાં.
1 Comment
Great article! I loved the humor you infused into the topic. For a deeper dive, check out this link: EXPLORE NOW. What do you think?